Friday, January 7, 2022

કોરોના પ્રત્યે તમારો અધ્યાત્મિક વ્યવહાર.

બે ખૂબ સરસ ગુજરાતી શબ્દો છે

હરી કૃપા અને હરી ઇચ્છા.

જો તમે કોરોના થી પીડિત નો હો તો હરી કૃપા અને કોરોના થી પીડિત હો તો હરી ઇચ્છા સમજવી અને ભગવાન જે કરે તે સારા માટે છે એમ સમજવું.

એક નાનકડી વાર્તા સમજવા જેવી  છે. એક રાજા હતો અને તેનો મંત્રી અત્યંત ધાર્મિક હતો. એ દરેક કાર્ય ની શરૂઆત માં એમ બોલતો કે ભગવાન કરે એ સારા માટે. હવે એક વાર રાજા એ નક્કી કર્યું કે બીજે દિવસે  શિકાર પર જવાનું છે એટ્લે મંત્રી ને બોલાવી ને સૂચના આપી કે કાલે આપણે શિકાર પર જઈશું . બીજે દિવસે જ્યારે મંત્રી સવારે આવ્યા ત્યારે રાજા કોઈ ફળ સમારતા હતા. અને એમને  ચપ્પુ વાગ્યું અને આંગળી કપાઈ ગઈ. મંત્રી હંમેશ ની જેમ બોલ્યા ભગવાન કરે એ સારા માટે. અને રાજા ગુસ્સે થઈ ગ્યો અને મંત્રી ને જેલ માં પૂરી પોતે એકલો શિકાર કરવા ચાલી નીકળ્યો.  સાંજ પડી ગઈ અને જંગલ ની અંદર આદીવાસી લોકો એ એને પકડી લીધો. આદીવાસી રાજાની સામે હાજર કર્યો કે મહારાજ આ માનવ નો બલી ચડાવી એ. બલી પર ચડાવતા પેહલા એક શરત હતી કે બલી અખંડ હોવો જોઈએ. હવે રાજાની  આંગળી તો ખંડિત હતી એટલે  એનો બલી કેવી રીતે અપાય? રાજાને છોડી મૂક્યો. રાજા પરત પોતાના મહેલમાં આવ્યો અને મંત્રી ને બોલાવી બધી વાત કરી કે તમારી વાત સાચી હતી કે ભગવાન કરે એ સારા માટે. પણ રાજા એ મંત્રી ને પુછ્યું કે તમને તો ખોટી શિક્ષા થઈ એનું શું? મંત્રી કહે નહીં રાજન, જો હું તમારી સાથે આવ્યો હત તો હું તો અખંડ હતો એટલે મારૂ મૃત્યુ થાત ને? 

એટલે જો તમે કોરોના થી પીડિત હો તો માનવું કે ભગવાન કરે તે સારા માટે.

હવે જ્યારે તમે આ પીડા માથી પસાર થાવ ત્યારે કેવો વિચાર કરવો?

આના માટે પણ એક સુંદર દ્રષ્ટાંત છે.

એક રાજા એ લડાઈ માં પોતાનું રાજ્ય ગુમાવ્યું અને જંગલમાં નિરાશ થઈ એકલો રડી પડયો. એને એના ગુરુદેવ યાદ આવ્યા કે જેમણે એને એક માદળિયું આપેલું અને ગળામાં પહેર્યું હતું. ગુરુદેવની સૂચના હતી કે જિંદગી માં જ્યારે નિરાશ થઈ જા ત્યારે આ માદળિયું ખોલજે એમાં મારો સંદેશો છે જે તને મદદ કરશે. એણે માદળિયું ખોલ્યું તેમાં લખેલ  હતું કે " આ દિવસો પણ વયા જશે." રાજાને હિમ્મત આવી ગઈ અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું.

બસ કોરોના દરમ્યાન પણ તમે આજ વિચારજો કે " આ દિવસો પણ વયા જશે."

પ્રભુ ને એકજ પ્રાર્થના કે 

સર્વે ભવન્તુ સુખીન સર્વે સંતું નિરામયા, સર્વે ભદ્રાની  પશ્યંતું, માં કશ્ચિત દુખ ભાગ ભવેત।

No comments:

Post a Comment