Friday, September 30, 2016

સર્જિકલ સ્ટ્રાઇક બાદ નવાઝ શરીફ ની મીટીંગ.

યુ. એન. થી  વળતા શરીફ લંડનમાં રોકાયેલા ને હેરોડ્ઝ માં  જઈ ને ખરીદી કરેલી એ  ઘરમાં બધાને બતાવતા તા ત્યાં એમની  દીકરી એ આવી ટીવી  ચાલુ કર્યું ને આપણા  DGMO નું  સર્જિકલ સ્ટ્રાઇકનું  પ્રસારણ  જોયું ને  એમણે તરત રક્ષા અધિકારી અને  સેના અધિકારીને  મીટીંગ માટે  બોલાવ્યા. એ  મીટીંગ નું  કાઠીયાવાડી માં  વર્ણન  કરું છું.

નવાઝ શરીફ ( રક્ષા મંત્રી ને) : કાલે હું તું ટીવી  ઉપર ફડાકા મારતો  તો. કે અમારી  આગળ તો ન્યુક્લિયર હથીયાર છે ને .......
રક્ષા મંત્રી: પણ હું તો સાહેબ ઇન્ડિયા  ને ખાલી બિવરાવવા કે તો તો ......
નવાઝ : હવે બિવરાવવાની  સગલી,  તને ખબર છે  આપણા એ હથિયાર ની એકેય સ્વીચું હાલતી નથી ....
એ સંધાય ડુપ્લીકેટ છે. ....
રક્ષા મંત્રી: લે સાહેબ હોય નહિ. આ વળી નવું પદક કોણે કાઢ્યું?
નવાઝ શરીફ: ઈ પૂછ આ રાહિલ શરીફને.
રાહિલ શરીફ:  તું  ભાઈ કાય બોલતા પે'લા મને પૂછ તો તો હો. હવે  હમજી લે  આપણા  આગળ એવા કાંઈ  હથિયાર ફથીયાર નથી. હવે તો મશીનગન ની  ગોળિયું ય ખૂટવા આવી છે કેમ કે ઈ સંધી  આતંકવાદી ને સળગાવી દીધી છે.........
રક્ષા મંત્રી: તો પછી તમે તો  કે'તાતાને કે આપણુ લશ્કર તૈયાર છે.....
નવાઝ શરીફ: હવે  ધૂળ ને  ઢેફા તૈયાર છે ?
રાહિલ શરીફ:  તમે  હાવ એમ  કયો માં હો અત્યાર  લગી તો આટલા આતંકવાદી ને ભારતમાં  મોકલી દીધા... એ સાવ  એમ ને એમ.
નવાઝ શરીફ: હવે તું ફાકા મારતો બંધ થા  હવે. આખા ચાર પાંચ આતંકવાદી ને ગરાવતા તો નવ નેજા પાણી  નીકળી જાય છે તારા લશ્કરને. ઓલા ભારતના  લશ્કર વાળા એક બે નહિ દોઢ હે જણા એક હાર્યે  loc પાર કરી સાત સાત ચોકીયું નો દાટ વાળી સજા  નરવા પાછા વયા ગ્યા ત્યારે  હું  તારું લશ્કર ઘોરતું તું? એટલા  તો સજાગ છે અભાગ્યાવ.
રાહિલ શરીફ: તો તમેય  યુ.  એન. માં જઈને હું  ભાંગરો  વાટીયાવ્યા.
નવાઝ શરીફ: હવે રે' વા દે. તે ત્યાય ધરાહાર ઓલા વાણીનું નામ લેવરાવ્યું.
રાહિલ શરીફ: હા તે એમાં હું ખોટું કર્યું?
નવાઝ શરીફ: એ ખોટાની સવાદણી, આ એમા જ  સાર્ક માં આવવામાં મોદીની વા'હે  બીજા તયણ જણા ટયડાણા ને ઓબામાની શિખામણ મળી  ને આપણુ નાક કપાણું  ઈ નફામાં.
રાહિલ શરીફ: તો હવે શું કરવાનું છે?
નવાઝ શરીફ: હવે  આપણે કઈ કરવાનું નથી જે કરવાનું છે ઈ મોદી કરશે. હું તો આ હાલ્યો પરદેશમાં શરણું લેવા.


No comments:

Post a Comment