ચિદાંબરમ સાહેબ
તમને કદાચ ખબર તો હશે જ કે દિલ્હીની હાઇકોર્ટ બહાર બોમ્બ બ્લાસ્ટ થયો.
મહેરબાની કરીને તમારા વહિયાત નિવેદન ન આપશો કે આ બોમ્બની બનાવટ શેમાથી થઇ છે અને તેમાં કયુ ટાઇમર વપરાયુ છે. અમારે તમારી પાસેથી બોમ્બ બનાવવાની ટેકનોલોજી નથી જાણવી કે બોમ્બ બનાવટનું જનરલ નોલેજ નથી વધારવું.તમે તો શાંતિથી કહી દીધુ કે અમે તો પોલિસને જુલાઇ મહિનામાં જ કહિ દીધુ હતુ કે આતંકવાદી હુમલો થઇ શકે. જો ભાઇ, આ માહિતી તો અમારા ગામનાં નાના છોકરા પણ જાણે છે. મુખ્ય સવાલ એ છે કે હુમલો કયાં અને ક્યારે થશે એ ખબર હોવી જોઇએ. આ પોલિસ કોના હાથ નીચે કામ કરે છે? એને માર્ગદર્શન આપવાની જવાબદારી કોની? તમે તો પાછા કેમ્બ્રિજ યુનિવર્સીટીના ગ્રેજ્યુએટ છો તમને તો એડમિનીસ્ટ્રશનું નોલેજ નથી? પેલા કેજરીવાલ ક્યારના એકાઉન્ટેબિલીટીની એટલે કે જવાબદારીની વાત કરે છે તો શુ ખોટુ કહે છે? આ શરમજનક હુમલાની તમારી કઇ જવાબદારી ખરી કે નહિ? તમારી પાસે તો કેટલી બધી તપાસ એજન્સીઝ અને ઇન્ટેલિજન્ટ એજન્સીઝ છે. એ બધાને કઇ માહિતી ભેગા કરવા મોકલ્યા છે? એ બધા તો રામદેવબાબા, અન્ના હઝારે, કેજરીવાલ કે કિરણ બેદી ની જાસુસી કરવામાંથી નવરા પડે ત્યારે આવા કામ કરેને!
દર વખતે તમે શોધી કાઢો છો કે આ ઘટના પાછળ આઇએસઆઇનો હાથ છે. હા છે તો પછી શું? અમેરિકામા ૯/૧૧ થયાને આજે દસ વર્ષ થયા. આ દસ વર્ષમાં ત્યાં એક પણ આતંકવાદી હુમલો થયો છે? એક હુમલો થયો અને તેણે કેવા પગલા લીધા. આપણી જેમ ૨૬/૧૧ની ફાઇલ લઇને આંટા મારતા નથી. ઓબામાં પાસે ફરિયાદ કરવાથી આપણી લડાઇ અમેરિકા નહિ લડે.આપણે જ પગલા લેવા પડે ભાઇ આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય.
અને હા, દર વખતે બ્લાસ્ટ થયા પછી તમે પ્રજાની પ્રશંસા કરો છો કે જુઓ બાર કલાકમાં તો માણસો કેવા નોર્મલ થઇ કામ ધંધે લાગી ગયા. ભાઇ પ્રજા તો બહાદુર છે જ એને તમારા વાહિયાત સર્ટિફીકેટની જરુર નથી. પણ તમને ક્યાથી ખબર હોય કે જો અમે કામ ન કરીએ તો અમારા ઘરે રાતનો રોટલો ન ખાઇ શકીએ. અમારી તાવડી પોરો લઇ જાય સાહેબ એનું કંઇ ભાન છે તમને? વખાનાં માર્યા અમે બ્લાસ્ટની જગ્યાએ વારંવાર જઇએ છીએ એ અમારી મજબુરી છે નહિતર તો તમારી જેમ ઝેડ પ્લસની સિક્યુરિટી સાથે બનાવનાં સ્થળે નો જઇએ જેથી કઇ નુકસાન ન થાય, કાલે સમાચારમાં તમે એવુ બોલ્યા કે સી સી ટિ વી કેમેરાનાં ટેન્ડર ત્રણવાર તો રિજેક્ટ કરવા પડ્યા એટલે કેમેરા મુકવાનું જરા મોડુ થયુ. મને તો એ જ ખબર નથી પડતી કે તમે તમારા ખાતામાં કેવા માણસો ભરતી કર્યા છે કે એક આવુ સાદુ કામ પણ ત્રણત્રણ વાર કરવુ પડે છે. અને શા માટે રિજેક્ટ કર્યા એની જાણકારી તો તમે ન આપી. પણ એક વસ્તુ તો ચોક્કસ સમજાય છે કે તમારા માણસો બધા પેલા અન્ના હઝારે કહે છે એવા લબાડ જ લાગે છે.
હવે ખરુ કહુને સાહેબ કે અમને તમારી આવડત પરથી વિશ્વાસ નથી રહ્યો એટલે અમારી બે હાથ જોડીને વિનંતી છે કે મહેરબાની કરીને તમે રાજીનામુ આપીને ગ્રહખાતુ કોઇ સરદાર વલ્લભભાઇ જેવા દેશાભિમાની માણસને આપો કે જેથી અમે સલામતિ પુર્વક જીવીએ અને અમારુ પેટિયુ રળી ખાઈએ.
ભગવાન તમને સદબુધ્ધી આપે. લ્યો ત્યારે રામ રામ
લી: એક ભારતિય નાગરિક
Thursday, September 8, 2011
Tuesday, August 2, 2011
શિક્ષણ અને કેળવણી
સામાન્ય રીતે આપણે શિક્ષણ અને કેળવણી શબ્દ એક જ અર્થ માટે વાપરીએ છીએ કે ફલાણા કે ફલાણીમાં કેટલું જ્ઞાન કે કેટલી આવડત છે. પરંતુ થોડો વિચાર કરીએ તો સમજાય છે કે બંનેમાં સુક્ષ્મ ફરક છે. શાળા કે કોલેજમાં આપણને જે સહજ રીતે મળે છે તે શિક્ષણ છે પણ એ શિક્ષણનો સદ્ઉપયોગ કેમ કરવો એ કેળવણી. વિજ્ઞાનની અવનવી શોધ એ માનવીને મળતું શિક્ષણ છે જ્યારે એ શોધખોળનો સદ્ઉપયોગ કેમ કરવો તે કેળવણી છે.
દા.ત. પરમાણુનું વિભાજન કરવાથી પ્રચંડ શક્તિ ઉત્પન્ન કરી શકાય પણ એ શક્તિનો ઉપયોગ અણુબોમ્બ બનાવવા માટે પણ કરી શકાય અને વિજળી ઉત્પન્ન કરવા માટે પણ કરી શકાય. પરમાણુ વિભાજન એ શિક્ષણ છે જ્યારે વિજળી બનાવવા માટેનો સદ્ઉપયોગ એ કેળવણી છે. વિજ્ઞાન આપણને નક્કર સત્ય અથવા તો ઠોસ સિધ્ધાંત આપીને અટકી જાય છે તે સત્ય કે સિધ્ધાંતનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો તેની સાથે એને કોઇ લેવાદેવા નથી.
શિક્ષણ એ સમુહને માટે છે જ્યારે કેળવણી એ વ્યક્તિગત બાબત છે. શિક્ષણ તો સંસ્થામાંથી સહજ રીતે મળી જાય પણ કેળવણી માટે વિવેકની જરુર છે અને વિવેક શિખવવા માટે નથી કોઇ કોલેજ કે નથી કોઈ સંસ્થા. તે ગુણ વ્યક્તિએ વિકસાવવો પડે પણ એ શક્ય કેવી રીતે બને?
વિવેક એટલે સારા ખરાબનો ભેદ અને આધ્યાત્મિક ભાષામાં આત્મ અનાત્મનો ભેદ. એક બાળક જ્યારે જન્મે છે ત્યારે તેના મગજની સ્લેટ કોરી લઇને આવે છે. એના પાસે આંખ અને કાન છે જેનાથી તે જોઇ અને સાંભળી શકે છે તેની આ ક્રિયા બિલકુલ તટસ્થ હોય છે. જે કાઇ બની રહ્યુ છે તે તેના માટે સારુ કે ખરાબ છે તે નથી જાણતુ. બાળક જેમ જેમ મોટુ થતુ જાય તેમ તેમ તેનામાં સમજણ આવતી જાય કે આ શિશિ મારી છે તેમાં દુધ હોય છે. માં મારી સામે હસે છે કે માં મને વઢે છે.
કેળવણીની શરૂઆત બચપણથી અને ઘરમાં બનતા બનાવો પરથી મળતી હોય છે. દા.ત. તમે ચાર દિવસ ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો અને બાળકને શાળામાંથી રજા નો મળે તો? આપણે તરત જ શોર્ટ કટ વિચારવા માંડીએ કે ચાલો ડોક્ટર પાસેથી મેડિકલ સર્ટિફિકેટ મેળવી લઇએ. આ ક્રિયાથી આપણું ફરવા જવાનું કામ તો થઇ જશે પણ બાળકને ખોટી કેળવણી પણ મળી જશે કે ખોટુ બોલી શકાય કે ખોટુ કરી શકાય.
કેળવણીથી જ બાળકનું સાચુ ઘડતર થાય છે તેનામાં સમજણ કેળવાય છે અને કોઠાસુઝ વધે છે.બાળકના ઘડતર અને વિકાસ માટે પરિવારના દરેક સભ્યોએ પોતાના વિચાર, વાણી અને વર્તનથી યોગ્ય ફાળો આપવો જોઇએ. બાળકને સારામાં સારુ શિક્ષણ જરુર આપો પણ સાથોસાથ કેળવણી ઉપર પણ એટલું જ ધ્યાન આપવુ જોઇએ કે જેથી એ બાળક બની યુવાન થાય ત્યારે કોઇપણ સંજોગોનો સફળતાપૂર્વક સામનો કરી ઉચ્ચ જીવન જીવી શકે,

Monday, May 16, 2011
સફળતા
સવારમાં ઉઠ્યા ત્યારથી તે રાતે સુઇએ ત્યા સુધી આપણે જે કઇ કામ કરીએ છીએ તે જાણે સફળતા માટે જ કરીએ છીએ. પછી તે કામ પાણી પીવાનુ હોય કે સ્કુટર ચલાવવા જેવુ ક્ષુલ્લક કામ હોય કે પછી કંપનીમાં આપવાનું પાવર પોઇન્ટ પ્રેંઝન્ટેશન હોય. બસ સફળતા આપણાં રોમેરોમ પર સવાર થઇ ગઇ છે. પણ શું આપણે વિચારીએ છીએ કે આપણે ધારેલું કોઇ કામ સફળતા પુર્વક પાર પાડીએ તેનુ પરિણામ શું આવ્યું? સફળતાને પરિણામની દ્રષ્ટિથી જોતા તેને ત્રણ વિભાગમાં વર્ગિકૃત કરી શકાય.
અ) તામસી:-
યેન કેન પ્રકારેણ, સામ, દામ, દંડ કે ભેદ નિતી વડે બસ આપણું ધ્યેય પાર પાડવુ પછી બીજા બધાનું જે થવું હોય તે થાય આ પ્રકારે મેળવેલી સફળતાને તામસી સફળતા કહેવાય. દા.ત.
૧. એક વેપારી તેના ગ્રહકને છેતરીને દુપ્લીકેટ માલ આપી ઓરિજનલના પૈસા લે.
૨. એક વિદ્યાર્થી પરિક્ષામાં ચોરી કરી સારા માર્ક લાવે.
૩. એક આતંકવાદી નિર્દોષ લોકોને બોમ્બથી મારી નાખે.
૪. એક કર્મચારી લાંચ લઇને કોઇ કામ કરી આપે.
૫. સાધુનો વેષ ધારણ કરી કોઇના વિશ્ર્વાસઘાત કરે.
૬. એક ડોક્ટર ખોટી દવાઓ અને ઇન્જેક્શન આપી દર્દીને વેતરે.
૭. કોઇ વકિલ કેસ લંબાવીને તેના અસીલને ખંખેરે.
ઉપર આપેલા ઉદાહરણમાં દરેક જણ પોતાની રીતે સફળ જ ગણાય ખરા? કોઇનુ અહિત કરી, કોઇનો હક્ક કપટથી લઇને પોતાની જાતને હોશિયાર ગણતાં લોકોની વ્યાખ્યા પ્રમાણે તે જરુર સફળ ગણાય. આવી ભ્રામક સફળતા વ્યક્તિને શોર્ટ ટર્મ આનંદ ચોક્કસ આપે અને આવા લોકો પોતાની જાતને જ છેતરવાની કળા વિકસાવતા રહે.
રાજસી:-
સમાજમાં આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે " ઇ શું એમ સમજે છે કે મને નથી આવડતુ? " કે " હવે જોજે હુય દેખાડી દઇશ. " અહિ એમ લાગે છે કે કોઇના અહંકારને ઠેસ પહોંચવાથી તેના પરિણામ સ્વરુપે માણસ પોતાની ક્રિયામાં જોડાઇ જાય અને સખત મહેનત કરીને સફળતા પ્રાપ્ત કરે. અહિ સફળતા ગૌણ બની જાય પણ અહંકાર સંતોષ મુખ્ય બની જાય. એટલે કે અહંકાર સંતોષ જ સફળતાનુ ચાલક બળ બની જાય છે. દા.ત.
૧) વેસ્ટ ઇન્ડિઝ નો બેટ્સમેન ક્રિસ ગેઇલને વેસ્ટ ઇન્ડિઝની ટિમમાંથી પડતો મુક્યો અને એણે આઇપીએલમાં જોડાઇને બોલરોની સખત ધોલાઇ કરી. પરમેશ્વરનની એક જ ઓવરમાં ૩૭ રન લીધા અને બે સેન્ચ્યુરી લગાવી.
૨) પાંડવોને એક તસુ જેટલી જમીન આપવાની કૌરવોએ ના પાડી તેથી મહાભારતનું યુધ્ધ થયું અને પાંડવો વિજયી બન્યા.
૩) મેરિત્સબર્ગ રેલ્વે સ્ટેશને મહાત્મા ગાંધીજીને ફર્સ્ટક્લાસની ટિકીટ હોવા છતાં પણ ટ્રેનમાંથી બહાર ફેકી દેવાયા તે ઇતિહાસ જગ જાહેર છે.
ઉપર આપેલા ઉદાહરણમાં દરેક જણ પોતાની રીતે સફળ તો ગણાય પણ સફળતા ગૌણ બની જાય છે અથવાતો ગૌરવ ખંડન કે અહંકાર સંતોષનું કારણ બની જાય છે.
સાત્વિક:-
સ્વામિ વિવેકાનંદજીનું એક શ્રેષ્ઠ ઉદાહરણ યાદ આવે છે. બ્લેક બોર્ડ પર દોરેલી લીટીનો. તમારી લીટી મોટી બનાવો. એટલે કે "યોગ: કર્મસુ કૌશલમ" તમે જે પણ કાર્ય કરો તેમાં તમારામાં રહેલી આવડત, કુશળતા અને હોશિયારી લગાવી એવું દિલ દઇને કામ કરો કે પરિણામ તમારી તરફેણમાં જ આવે. તમારા કાર્યનો હેતુ કોઇનું પણ અહિત કર્યા સિવાય કે કોઇ પણ જાતના રાગ કે દ્વેષ રાખ્યા સિવાય કરો. બસ તુલસીદાસજી મહારાજની જેમ "સ્વાન્ત: સુખાય" તમારા આનંદ માટે, તમારી આવડત કે હોશિયારીનો તમે પોતેજ ટેસ્ટ કરતા જાવ, તમારી કુશળતા ક્રમશ: વધારતા જાવ જયાં સુધી તમને સંતોષ ન થાય ત્યાં સુધી.
મહાત્મા ગાંધી એક અતુલ્ય ઉદાહરણ છે. પણ સામાન્ય માનવીમાં તો અગણિત છે. સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, સર આઇઝેક ન્યુટન કે કોઇ પણ વૈજ્ઞાનિક વિગેરે.
ટેલિફોનનાં શોધક એલેકઝાન્ડર ગ્રેહામ બેલને કોઇ પત્રકારે સવાલ પુછ્યો કે તમારી શોધ કરવાની પ્રોસેસમાં તમે હઝાર વાર નિષ્ફળ ગયા ત્યરે તમે શુ વિચારતા? બેલે કહ્યુ કે હુ એમ વિચારતો કે સાચી સફળતા પહોંચવાનાં એક હઝાર રસ્તા છે.

Tuesday, April 26, 2011
પુત્રવધૂ
પિતૃગૃહેથી માતા, પિતા, બહેન, ભાઇ, સર્વે સગા, સંબંધી, સખી અરે પોતાની માતૃભુમિને છોડીને તમારા ઘરને પોતાનું બનાવવા આવતી દિકરીને લોકો એ કેવું સરસ નામ આપ્યું " પુત્રવધૂ ".
કેમ જાણે એમ લાગે છે કે હે દોસ્ત! એ હવે તારા ઘરનો લાડ ખજાનો છે! તારા ઘરની પુત્રવધૂ છે એટલે કે પુત્ર થી પણ વધૂ છે.
ક્યારેક એવો વિચાર આવે છે કે ભગવાન કેટલા દયાળુ છે કે તે એવુ ઇચ્છે છે કે જગતના કોઇ પિતા કે માતા કે જેના ઘરે દિકરી ન હોય તે દિકરીના પ્રેમથી વંચિત ન રહે એટલા માટે તેમના ઘરે પુત્રવધૂ મોકલે છે.
દિકરી એટલે પારકી થાપણ. ખરુ ને! પણ વિચારો કે આપણી થાપણ ગમે તેને સોંપીએ ખરા? નહિ ને. ઠીક એવી જ રીતે ભગવાન પણ એવા સમર્થ લોકોને ઘરે જ પારકી થાપણ મોકલે છે કે જેની ઉપર ભગવાન ને વિશ્વાસ હોય, પુરો ભરોસો હોય કે આ દંપતિ મારો ભરોસો નહિ તોડે. કન્યાના માબાપને ખબર છે કે દિકરી ગમે તેટલી વહાલી હોય, લાડકી હોય પણ એક દિવસતો તેને વળાવવી પડશે તેમ છતા પણ તેને જીવની જેમ સંભાળીને મોટી કરે છે. પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કરી દે છે ને અંતે જેની થાપણછે તેને પરત કરી દે છે. ધન્ય છે એ માતાપિતાને!! એમની ઉદારતાને સલામ!!
દિકરી જ્યારે પરણીને સાસરે જાય છે ત્યારે તે કોઇ અજાણ્યા ઘરે નથી જતી પણ પોતાના જ ઘરે જાય છે એની મુળ જગ્યાએ જાય છે. એ ઘર, એ પતિ, એ માતા પિતા જેનાથી તે અત્યાર સુધી અજાણ હતી તેના પાસે જાય છે. પણ જેમ એક બાળક સૌથી પહેલી વાર બાળમંદિર જાય, નવા લોકો, નવા સાથી, નવું વાતાવરણ જુએ અને તેને કઇંક અજીબ લાગણી થાય લગભગ તેવી જ પરિસ્થિતી દિકરીને થતી હશે. પણ જેમ બાળમંદિર વિદ્યાર્થીની પ્રગતિનુ પ્રથમ સોપાન છે અને વ્યક્તિ ધીરે ધીરે સમજી વિચારી મહેનત કરી આગળ જતાં સફળતા મેળવે છે તેમ જ દિકરી પણ પોતાના સંસ્કાર, મહેનત અને લગનથી, પોતાની વાણી, વિચાર અને વર્તનથી આખા ઘરને પોતિકું બનાવી સર્વેની લાડકી બની જાય છે. એક પુત્રીની ભુમિકા પુરી કરીને બીજી ભુમિકામાં પોતાની જાતને ઢાળવામાં જિંદગીમાં કેટલા સમાધાન કરતી હશે એતો એ દિકરી કે પરમાત્મા જાણે. કદાચ એટલે જ ભગવાને સહનશિલતા, તિતિક્ષા, પ્રેમ અને લાગણી ખોબલે ખોબલે સ્ત્રીમાં ભરી છે કે જેથી તે બંને ઘરને ઉજાળી શકે.

Saturday, April 9, 2011
શ્રધ્ધા અને અંધશ્રધ્ધા
આમ જુઓ તો શ્રધ્ધા ઉપર જ આપણુ આખુ જીવન ટકી રહ્યુ છે. આપણા જીવનની એકએક પળ એકએક ક્રિયા શ્રધ્ધા વગર ટકી શકે નહિ. સામાન્ય જીવન જીવવા માટે શ્રધ્ધા એક અદ્ ભુત ચાલક બળ અને શક્તિ છે. શ્રધ્ધા વિનાનો માણસ એ સંસાર રુપી આકાશમાં ઉડતો એવો પતંગ છે કે જે હવા ન હોવાથી આમ થી તેમ ડોલે છે અને અંતે કોઇ ઝાડ કે પછી થાંભલામાં ભરાઇને ફાટી જાય છે.
આપણા મનમાં ધારેલી અપેક્ષા જેટલી વધારે સંતોષાય એટલી આપણી શ્રધ્ધા પ્રબળ બને.
એક દર્દી ડોક્ટર પાસે જાય છે ત્યારે એના મનમાં એક જ ભાવના હોય છે કે સાહેબની દવા બે દિવસ લઇશ એટલે હાલતા ચાલતા થઇ જશુ. આને કહેવાય શ્રધ્ધા. એનુ જો થોડું વિષ્લેષણ કરીએ તો કઇંક આવું સમજાય છે.
૧. દર્દીને જલદી સાજા થઇ જવાની અપેક્ષા છે.
૨. દર્દી જાણે છે કે ડોક્ટર સાહેબ પાસે મેડિકલ જ્ઞાનની અધિક્રત ડિગ્રી છે અને દર્દીને આ પહેલા પણ માંદગીમાંથી ઉભો કરેલ છે. ૩. દર્દીને ડોક્ટરનો અનુભવ છે એટલે અનુભવના આધાર ઉપર તે ડોક્ટર ઉપર શ્રધ્ધા છે.
૪. દર્દી નો રોગ મટે એટલે દર્દીનાં મનમાં એક ગાંઠ બંધાય જાય કે સાહેબ જેવા હોશિયાર ડોક્ટર બહુ ઓછા છે.
આને કહેવાય શ્રધ્ધા.
હમણાંજ મે ટીવીનાં સમાચારમાં એક કિસ્સો જોયેલો. સુરતમાં કોઇક માણસ લોકોને હંટરે હંટરે ફટકારીને સાજા કરતો. એક ૩૦ થી ૩૫ વર્ષના એક બેન ને ઇ ઉંટ વૈદ્ય એટલો નિર્દયતાપૂર્વક હંટર મારતો તો કે ઓલા બેન ની હ્રદયદ્રાવક ચીસો સાંભળીને આપણું મગજ કામ કરતું બંધ થઇ જાય. આજુબાજુ આટલા બધા લોકો જોતા હતા અને આ નર રાક્ષસ કોઇ પણ જાતની બીક વગર પ્રહાર કર્યે જતો હતો. ચિત્રની કરુણા તો એટલી હતી કે પેલા બેન જોડે આવેલો માણસ આ નાલાયકને પગે લાગી એના ચરણમાં પૈસા ધરતો હતો. આ જ માણસ આ રીતે આખો દિવસ કામ કરી એટલો થાકી જતો કે સાંજ પડે એને ડિહાઇડ્રેશન થઇ જતું અને ગ્લુકોંઝ સેલાઇન નાં બાટલા ચડાવતા.
ઉપરનાં કિસ્સાનું વિષ્લેષણ કરીએ તો કઇંક આવું સમજાય છે.
૧. લોકો એ કિધેલા કે સાંભળેલા સાચા ખોટા કિસ્સાથી, વગર વિચાર્યે દોરવાઇ જવુ અને ખોટો નિ્ર્ણય કરવો.
૨. કોઇ પણ જાણકારી કે કારણ જાણ્યા સિવાય એક વ્યક્તિ પર આંધળો વિશ્ર્વાસ મુકીને અંધકારમાં ભુસકો મારવો.
૩. કોઇ અનુભવ વિના કોઇ ઉપર આંધળો વિશ્ર્વાસ મુકવો અને પછી પસ્તાવો કરવો.
આને કહેવાય અંધશ્રધ્ધા. ઉપર આપેલા દાખલા તો ફક્ત મારી સમજણ માટે આપેલા છે પણ સામાન્ય જીવનમાં પણ એવા કેટલાય દાખલા આપી શકાય કે જેમાં આપણી કેટલી માન્યતાઓ છે કે જેને ધડ કે માથુ નથી છતાં આપણે માનીએ છીએ.
૧. બિલાડી આડી ઉતરી!! હવે શુ થાશે? અરે બિલાડી એક હિંસક પ્રાણી છે કબુલ તો કુતરા પણ હિંસક પ્રાણી નથી? પણ કુતરૂ આડુ ઉતરે એનો વાંધો નહિ પણ બિલાડી તો નહિં જ. છે કોઇ તર્ક આ વાતમાં?
૨. દર કાળી ચૌદશને દિવસે ચોકમાં કુંડાળું કરીને વડા મુકાય છે. શા માટે? તો કે કકળાટ કાઢવા. એમ જો કુંડાળી કરીને કકળાટ બહાર નિકળતો હોતને તો બધી કોર્ટને તાળા લાગી ગ્યા હોતને વકિલો ભુખે મરતા હોત. ખરેખર તો કોઇ બુધ્ધીશાળી સંતને વિચાર આવ્યો હશે કે દિવાળી જેવા પરબમાં કોઇ ગરીબ ભુખ્યો ન રહે માટે આવુ કારણ ગોતી કાઢ્યુ હશે.
3. કહેવાય છે કે મોહિન્દર અમરનાથ જ્યારે ક્રિકેટનાં મેદાનમાં ઉતરતા ત્યારે ખિસ્સામાં લાલ રુમાલ અચુક રાખતાં. કદાચ આવુ કરવાથી મનમાં દ્રઢતા પેદા થતી હશે કે હવે તો લાલ રુમાલ છે ને! હવે વાંધો નહિ આવે. મતલબ સાયકોલોજિકલી માનસિક બળમાં વધારો થતો હશે.
મુશ્કેલીમાં આવી પડેલ વ્યકતિ પોતાના બધા સખત પ્રયત્નો કરવા છતાં પણ બહાર ન આવી શકે ત્યારે તેની બુધ્ધિ કામ ન કરિ શકે ત્યારે તે જે કઇ પગલા ભરે તે ઘણુ કરીને અંધશ્રધ્ધા તરફ જ દોરી જતા હોય છે.

Thursday, April 7, 2011
ત્યાગ અને વૈરાગ
આમ તો આપણે આ બંને શબ્દો એક જ અર્થ માટે વાપરીએ છીએ કે કાંઈ પણ છોડી દેવુ. વિજ્ઞાનમાં જેમ એક પ્રક્રિયા હોય અને એનું એક પરિણામ હોય છે એવુ જ કઇક આ શબ્દના અર્થમાં છે. આમાં ફરક એટલો છે કે ભલે શબ્દનું પરિણામ એક છે પણ પ્રક્રિયા અલગ છે. બંને શબ્દોનું કેન્દ્ર મન છે.
ત્યાગમાં મન ઉપર સંયમ કે કાબુ રાખીને કઇક છોડીએ છીએ જેમ કે "એક વરસ માટે ચા છોડી". મતલબ કે ચા મને ભાવે તો છે જ પણ મારા મન નું ધાર્યુ કરવા અને મારા અહંકારને પોષવા મે ચા નો ત્યાગ કર્યો. આમ જુઓ તો આ સ્વ ની મન સાથેની લડાઇ નથી? માણસને એકાંત ગમતું નથી કારણકે એકાંતમા સ્વ ની સાથે લડાઇ કરવી પડે. દુનિયા જીતવી કદાચ સહેલી છે પણ મન ને જીતવું અઘરુ છે. મન ને જીતવા માટે મક્કમ થવું પડે. મારી જેવાને માવા છોડવાનું કેટલું અઘરુ છે એ હુ સારી રીતે જાણુ છું. અનુભવે એટલું સમજાય છે કે વાસ્તવિક જિંદગીમાં કયારેક મન જીતે છે તો કયારેક અહંકાર. મન ને જીતવા માટે જન્મારોય ઓછો પડે.
વૈરાગ એ મન ની એવી સ્થિતિ છે કે જેમાં છોડી દિધેલ વસ્તુ માટે મમત નથી. ચા માટે મનમાં કોઇ રાગ નથી કે દ્વેષ નથી. જે માણસ દારુ ન પીતો હોય એના મન ની સ્થિતિ દારુ પીવા બાબત કેવી હોય? કઇ નહિ ને! એણે કઇ ત્યાગે ય નથી કર્યો કે કાઇ વૈરાગ ય નથી કર્યો. માણસની આધ્યાત્મિક સમજણ શક્તિ વધે. મનમાં સવાલ થાય કે " હુ કોણ છું? " "હુ" એટલે કે આ મારુ નામરુપ શરિર કે જે ગમે ત્યારે નષ્ટ થવાનું છે કે પછી આ શરિરને ચલાવનાર આત્મા? અને આત્માની ખોજ માં વ્યક્તિ નીકળી પડે ત્યારે તેને સાધન સંપન થવુ પડે. આમાનું એક સાધન એ જ વૈરાગ. વૈરાગમાં તમારે કાઇ છોડવુ નથી પડતું પણ તે આપોઆપ છુટી જાય છે.

Friday, March 18, 2011
Tsunami
ત્સુનામીનો શબ્દ જાપાનીઝ અર્થમાંથી ઉદભવ્યો છે. બંદર ("ત્સુ"), મોજા ("નામી"). ત્સુનામી, બંદર+ નામી મોજા. જાપાનના ઈતિહાસ માં સુનામી બહુ સામાન્ય છે. જાપાનમાં અત્યાર સુધીમાં 195 ઘટનાઓ નોંધાઈ છે.
સુનામીને ઘણી વખત ભરતીના મોજા તરીકે ઓળખવામાં આવે છે. આ વાત હવે વિજ્ઞાનની દ્રષ્ટીએ ખોટી પડી છે. નવા સંશોધન મુજબ ભરતીઓટ સાથે સુનામીને કશું જ લાગતું વળગતું નથી. આનું કારણ એ છે કે સુનામી દરમિયાન દરિયાઈ મોજા ઉંચા ઉછળે છે જેથી લોકો તેને સુનામી જ ગણી લે છે. સુનામી અને ભરતી બન્ને પાણીના મોજા ઉત્પન કરે છે, પરંતુ સુનામીના કેસમાં પાણીની અંદરની હલચલ ઘણી જ મોટી માત્રામાં હોય છે અને તે લાંબા સમય સુધી ચાલે છે જેના કારણે તે ભરતી જેવું લાગે છે.
જાપાનીઝ સિવાય દુનિયાની એક માત્ર તામિલ ભાષા માં જ આ ભયાનક મોજાઓ માટે શબ્દ છે અને શબ્દ છે "અઝાહી પેરાલાઈ" ભારતનો દક્ષિણ અને પુર્વનો દરિયાકાંઠો છેલ્લા 700 વર્ષોથી આ પ્રકારનો મોજાનો અનુભવ કરતો રહ્યો છે. પથ્થરો પર કરાયેલા કોતરકામ મુજબ તે સમયે તેઓ આને નિયમિત ઘટના ગણાતા હતા.
કારણો :
દરિયાની અંદરની પ્લેટોની સરહદો ખસતી રહે છે તે દરમિયાન આ પ્લેટો પાણીને ખસેડી કાઢે છે જેથી સુનામી ઉદભવે છે. આને કારણે અસંભવિતપણે પ્લેટોની સરહદો એકબીજાથી દુર જાય છે અથવા એકબીજા પર ચડી જાય છે. સામાન્ય રીતે આ પ્રકારની સરહદો દરિયાઈ પાણીને અસર કરતી નથી. સબડક્શન (Subduction)ઝોનમાં ઉદભવતા ભૂકંપને કારણે મોટાભાગના બધા જ સુનામી ઉદભવ્યા છે.
દરિયાકિનારાથી દુર સુનામીના મોજા ઓછા વિશાળ (મોજાની ઉંચાઈ) હોય છે. આ મોજાં લાંબા અંતર કાપી શકે છે. (ઘણી વખત હજારો કિલોમિટર સુધી) જેને કારણે દરિયામાં તેની ખબર પડતી નથી. આને કારણે આ મોજાની ઉંચાઈ સામાન્ય જેટલી હોય છે. પરંતુ તેની ઉંચાઈ છીછરા પાણીમાં પહોંચ્યા બાદ વધી જાય છે. સુનામી દરિયાની ભરતી કે ઓટના કોઈ પણ રૃપમાં આવી શકે છે. ઓટ ચાલી રહી હોય ત્યારે પણ જો મોજાની ઉંચાઈ વધવા લાગે તો પણ સુનામી આવે છે.
સુનામી આવી રહ્યાના ચિન્હો :
આવી રહેલા સુનામી અંગે કોઈ ચેવતણી આપી શકાતી નથી. જો કે, ભૂકંપને કારણે સુનામી આવતા હોય છે, જેથી પાણીની નજીક અને છીછરાં પાણીમાં થતા ભૂકંપને કારણે સુનામી ઉદભવી શકે છે, જે મધ્યમકદથી લઈને હાઈ મૅગ્નિટયૂડ સુધીના હોય છે. પાણીનું પ્રમાણ અને ઉંડાઈ સારી માત્રામાં હોય છે. બધા જ સુનામીના 80 ટકા સુનામી પેસિફિક મહાસાગરમાં ઉદભવે છે, પરંતુ જ્યા મોટી માત્રમાં પાણી હોય છે ત્યારે આ શક્ય બને છે. જેનું કારણ જમીન ઘસી પડવું, જ્વાળામુખીનો વિસ્ફોટ, કે ભૂસ્તરીય ગતિવિધીઓ હોઈ શકે છે.
ચેવતણી અને સાવચેતી:
ચોક્કસ જગ્યાએ ચોક્ક્સ મેગ્નિટીટ્યુડનો ભૂંકપ થાય તો પણ-સુનામીથી બચી શકાય કે તેની ચોક્કસ આગાહી કરી શકાય નહીં. ભૂસ્તરશાસ્ત્રી, સમુદ્રવિજ્ઞાનીઓ અને ભૂકંપ શાસ્ત્રીઓ, દરેક ભૂકંપનું વિશ્લેષ્ણ કરે છે અને ઘણા બધા ઘટકોને લઈને સુનામીની ચેતવણી જાહેર કરવી કે નહીં તેનો નિર્ણય લે છે.
સુનામી આવવાની આગાહી કમ્પ્યુટર મોડેલ કરી શકે છે. નિરિક્ષણ દ્વારા ખબર પડી છે કે કમ્પ્યુટર દ્વારા સુનામી ઉત્પન્ન થાય છે તેની ગણતરીની મિનિટોમાં જ કમ્પ્યુટર સુનામીની ચેતવણી જાહેર કરે છે. બોટમ પ્રેશર સેન્સર્સને દરિયાના તળે ચાલી રહેલી ભુસ્તરીય પ્રવૃતિઓની મળેલી માહીતી અને રિડિંગને આધારે સેન્સર્સ માહીતી પ્રસારીત કરે છે. પેસિફિક મહાસાગર સાથે સંકળાયેલા દરેક દેશો સુનામી ચેતવણી સિસ્ટમ સાથે સંકળાયેલા છે. અને આ દેશો સુનામીની અસરથી બચાવવા માટે લોકોને દરિયાકાંઠો ખાલી કરાવવાની અન્ય તાલીમ સમયસર આપતા રહે છે. જાપાનમાં આ પ્રકારની તાલિમ, કેન્દ્ર સરકાર, સ્થાનીક સત્તામંડળો, કટોકટીની સર્વિસ અને સામાન્ય જનતા માટે ફરજિયાત છે.

Subscribe to:
Posts (Atom)