મારા મનમાં ઘણા વખત થી એક વિચાર સતત ઘુમરાયા કરે છે કે આ પૃથ્વીની શરૂઆત કેવી રીતે થઇ? કોણ હશે સર્જનહાર? પણ મૂળ તો આપણે આસ્થાળુ જીવ એટલે એમ માન્યું કે પરમેશ્વર કે પરમ પિતા એ આ સૃષ્ટિની રચના કરી હશે.
પણ આતો પરમ તત્વની રચના, એટલે ખુબ શિસ્ત બદ્ધ કામ હોય તેમાં કઈ નવાઈ જેવું હોય નહિ. એટલે પહેલા તો એમણે બ્રમાંડની રચના કરી. એટલે કે અલગ અલગ તારા, નક્ષત્રો સૂર્ય, ચંદ્ર ઈત્યાદી અને આ સર્વેની એક ચોક્કસ દિશા અને ચાલ આપ્યા. તે પછી પૃથ્વી બનાવી. પૃથ્વીનું સર્જન કર્યા પછી પરમાત્મા ને વિચાર આવ્યો હશે કે આ ખાલી પૃથ્વીમાં પ્રકૃતિ પણ બનાવીએ. એટલે એમણે નદી, સરોવર, વ્રુક્ષ, પહાડ, ભૂમિની રચના કરી. એ પછી નાના જીવોનું સર્જન કર્યું જેમાં જળચર સ્થળચર જીવો બનાવ્યા.આટલું સુંદર આયોજન કરી પ્રભુને થયું કે ચાલો આ સુંદર રચના કરીછે તો આપણે તેનો ઉપયોગ કરીએ. એટલે જેમ કરોળિયો પોતાનામાંથી જાળ ઉત્પન્ન કરે એમ પોતાના અંશમાંથી પુરષ અને સ્ત્રી રૂપે પ્રગટ થયા. પણ પેલા જણાવી ગયો એમ, કે પરમાત્માનું દરેક કામ શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત હોય એમ માનવીને પણ કીધું કે જો તું છે તો મારોજ અંશ પણ મારામાંથી છૂટો પાડી તને પૃથ્વી પર મોકલું છું. અને આટલે દુર મોકલું છું એટલે તને ખાલી હાથે નથી મોકલતો. તને પાંચ કર્મેન્દ્રિયો, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ પ્રાણ અને પંચ મહાભૂત (આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી), મન, બુદ્ધી, ચિત અને અહંકાર નું ભાથું પણ આપુ છું. તમને તમારી રીતે રહેવાની છૂટ, કામ કરવાની છૂટ પણ એનો બદલો કેમ આપવો એ હું નક્કી કરીશ. આમ કહીને ભગવાને માનવીને પૃથ્વી પર રવાના કર્યો. નરસિંહ મેહતા કહે છે ને " પવન તું, પાણી તું ભૂમિ તું ભૂધરા, વ્રુક્ષ થઇ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે."
એટલે પૃથ્વી ઉપર માનવનું અવતરણ થયું ત્યારે માનવી એ પૃથ્વી ઉપર શું જોયું? કે વાહ અહી તો જળ અને સ્થળ છે સૂર્ય,ચંદ્ર, ગ્રહ અને નક્ષત્રો છે. વ્રુક્ષ, ફૂલ અને ફળો છે. એટલે કે એક પૃથ્વી છે કે જ્યાં દિવસ અને રાત્રી થાય છે અને અહી રહી શકાય એવી જગ્યા છે. લોકો સુખ અને શાંતિ થી રહેવા લાગ્યા.
પણ ભગવાને બુદ્ધી અને ચિત પણ આપેલા એટલે એમણે બુદ્ધી થી વિચાર કર્યો કે આ શુ દિવસ અને રાત પડે એટલે શું? આપણે ચિંતન કરીએ વિચાર કરીએ કે આ બધું કેવી રીતે વ્યવસ્થિત ચાલે. એટલે ઊંડું અધ્યયન, નિરિક્ષણ કરીને એમ નક્કી કર્યું કે ભાઈ ચોવીસ કલાકનો એક દિવસ થાય. અને એ ચોવીસ કલાકના પાછા ચોઘડિયા જેના બે વિભાગ દિવસના અને રાત્રીના. આમને આમ વર્ષો વીતવા લાગ્યા અને માનવી પોતાની રીતે વિચાર કરવા લાગ્યા. જેમ જેમ વિકાસ થતો ગયો એમ એમ લોકોએ પૃથ્વી પર વિવિધ દેશની રચના કરવા લાગ્યા. ( પેલા ગીતમાં સાચું જ કહ્યું છે " માલિક ને દી થી હંમે એક હી ધરતી, હમને કહી ભારત કહી ઈરાન બનાયા") લોકોને ત્યારે પણ વિચાર આવ્યો હશે કે આ સર્વના કર્તા હર્તા કોણ ? એટલે દરેકે દરેક લોકોના મત જુદા પડ્યા. એટલે દરેકે પોતાનો અલગ ચોકો પાડ્યો કે અમે હિંદુ, અમે ક્રિશ્ચન, ખ્રીસ્થી, મુસ્લિમ વિગેરે. અહંકાર વશ દરેક લોકો પોતાને સાચા અને બીજાને ખોટા પાડવાની હરીફાઈ માં પડી ગયા.
નરસિંહ મેહતા સાચું જ કહે છે કે "ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી, જેહ ને જે ગમે તેને પૂજે, મન કર્મ વચન થી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સુજે"
પરમાત્મા જ પૂર્ણ છે અને માનવી પરમાત્માનો એક અંશ છે. એટલે જ આપણે ગાઈએ છીએ " પૂર્ણ મદ: પૂર્ણ મીદમ .......". આપણી યાત્રા અંશમાંથી પૂર્ણમાં લીન થવાની યાત્રા છે. એ પૂર્ણ ને જાણવા, સમજવા માટે શ્રદ્ધા ખુબ જરૂરી છે. મુશ્કેલી એ છે કે આપણે વ્યક્તિના વિચાર કે આચાર માં શ્રદ્ધારાખવાને બદલે વ્યક્તિના પૂજન માં લાગી જઈએ છીએ. મોરરીબાપુ એમના પ્રવચનમાં ઘણી વાર કહે છે કે વક્તાને ન પકડતા વક્તવ્યને પકડો. મોરારીબાપુ કથિત રામાયણમાં આવતા પાત્રોના ગુણ માંથી આપણને યોગ્ય લાગે તે જીવનમાં ઉતારીએ. તકલીફ ત્યારે થાય છે કે જયારે આપણે રામાયણને પડતું મુકીને મોરારીબાપુની પાછળ પડી જઈએ કે બાપુ મારા માથે હાથ મૂકી દ્યો એટલે મારો બેડો પર થઇ જાય. પછી થાય છે એવું કે ભલે સારી ભાવનાથી પણ બાપુની પૂજા શરુ થઇ જાય અને ધરમને ધંધામાં પલટાવી નાખનારનો એક વર્ગ ઉભો થઇ જાય. હમણાં ફેસ બુક ઉપર પરમ વંદનીય સાઈબાબા નો ફોટો જોયો. એકદમ સાદગીપૂર્ણ વ્યક્તિત્વ. ગરીબોની સેવામાં જીવન સમર્પિત કરી દીધું. એ જ બાબાના મંદિરમાં આપણે એમને સોને મઢીને સંતોષ લઈએ છીએ.
ટુકમાં કહું તો જીવન પ્રવાસમાં આવતી વિવિધ પરંપરાને અનુસરતા આપણે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી સારી વસ્તુ અપનાવી ને આગળ ચાલતા રહેવું.