Saturday, March 27, 2010

સચિન તેંડુલકર

સખત પરિશ્રમ, મક્કમ મનોબળ, દ્રઢ આત્મવિશ્વાસ, અકલ્પનિય તિતિક્ષા, વાણી અને વર્તન પર કાબુ, સૌજન્યશીલ, બેટિંગની કળાનો નિષ્ણાત અને છતાં પણ સ્વભાવે સાલસ એવો જો કોઇ ક્રિકેટર હોય તો તે એક જ વ્યક્તિ છે " સચિન રમેશ તેંડુલકર". સચિનનાં ક્રિકેટના આંકડા જ એની બેટિંગની કૌશલ્યતા પુરવાર કરે છે.

મને બરાબર યાદ છે આજથી લગભગ દોઢેક વર્ષ પહેલા ગ્રેગ ચેપલ, ઇયાન ચેપલ જેવા વિદેશી ખેલાડી અને આપણાં જ ભારતના સંજય માંજરેકર એવું કહેતા હતા કે હવે સચિનમાં પહેલા જેવી કાબેલિયત નથી રહિ. હવે ઉંમ્મર દેખાય છે માટે સચિને હવે ગ્રેસફુલી રિટાયર થઇ જવુ જોઇએ. સચિને ક્યારે પણ આ લોકોની ટિકા ન કરી કે કોઇ જવાબ આપ્યો. તે ક્યારે પણ આવા વાદ વિવાદમાં પડતો નથી. તે એક જ રીતે જવાબ આપવા ટેવાયેલો છે અને તે તેના બેટિંગથી. તે હંમેશા કહે છે મને જંયાં સુધી ક્રિકેટ રમવામાં આનંદ આવે છે અને મારી ટીમને ઉપયોગી થઇશ ત્યાં સુધી હુ રમવા માગું છું. સર ડોન બ્રેડમેન જેવી કાબેલ વ્યક્તિ એમ કહે છે કે હું જ્યારે રમતો ત્યારે સચિન જેવુ રમતો હોઇશ. ગ્રેગ ચેપલ, ઇયાન ચેપલ અને સંજય માંજરેકર જેવા લોકોની પ્રશંસાનો સચિન મોહતાજ નથી એટલુ આ વામણાં ક્રિકેટરો કેમ સમજતાં નથી? સચિનને તમારાં જેવા લોકોના સર્ટિફિકેટની જરુર નથી. આવા બેફામ નિવેદનો કરવાથી સચિનની લોકપ્રિયતા તો નથી ઘટતી પણ મારા જેવાં અનેક લોકો તમારો દ્વેષભાવ જાણી ગયા છે. મારા જેવાં અસંખ્ય લોકોની નજરમાં તમે નીચે પડી ગયા છો.

કેટલી વખત અમ્પાયરોએ તેને ખોટો આઉટ આપ્યો છે. અરે હજી હમણાનીજ વાત યાદ કરો શ્રીલંકાની ટિમ આવી હતી અને એક લાંબા સમયના અંતરાલ પછી વનડેમાં રમવા આવ્યો. એને સતત ત્રણ વખત ખોટો આઉટ અપાયો. તો પણ આ સૌજન્યશીલ ઈન્સાને કદિ પણ એક હરફ ન ઉચ્ચાર્યો. અને ઓસ્ટ્રેલીયામાં તો હદ થઇ ગઇ, હેલમેટ ઉપર બોલ વાગ્યો અને એલ.બી.ડબલ્યુ આઉટ આપ્યો પણ સચિન જેનું નામ. ચૂપચાપ પેવેલિયનમાં આવીને મ્યુઝિક સાંભળવા લાગ્યો. આટલી સહિષ્ણુતા ભાગ્યેજ જોવા મળે.

૧૯૭૧ની વાડેકરની ટીમે પહેલી વાર વેસ્ટ ઇન્ડિઝને તેની ભુમિ પર હરાવ્યુ તેની ઉજવણીમાં આશરે એક મહિના પહેલા સર ગેરિ સોબર્સ મુમ્બઇ આવેલા. તેમણે એવી વાત કરી કે મારા મતે તો સુનિલ ગવાસ્કર શ્રેષ્ઠ બેટ્સમેન છે કારણ કે ત્યારની વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં માલ્કમ માર્શલ અને જોએલ ગાર્નર જેવા ઝંઝાવાતિ બોલર સામે હેલમેઠ પહે્ર્યા વગર તેણે બેટિંગ કરેલી. સચિને ત્યારે કહેલુ કે સાચી વાત છે હુ આજની તારિખે હેલમેટ વિના નેટ પ્રેક્ટિસ પણ ન કરી શકુ. આવી નમ્રતાં જ આ માણસને મુઠ્ઠી ઉચેરો ઇન્સાન બનાવે છે.

હજી હમણાં જ મને એક એસ.એમ.એસ મળેલો જેમાં ૨૦૦૪ની ઓસ્ટ્રેલિયાની ટુરની વાત જાણવા મળી. બ્રેડ હોજે સચિનની વિકેટ લીધેલી. દિવસનાં અંતે બ્રેડ હોજ એ જ બોલ લઇને સચિન પાસે આવ્યો અને બોલ પર ઓટોગ્રાફ આપવા વિનંતી કરી. સચિને ખુશીથી વિનંતીનો સ્વિકાર કર્યો અને બોલ પર લખ્યુ કે " ધીસ વિલ નોટ હેપન અગેઇન" સચિન તેંડુલકર. હજી હોગ ભાઇ આજ સુધી બીજીવાર સચિન ને આઉટ કરી શક્યા નથી. આવો છે એનો જબરજસ્ત આત્મવિશ્વાસ.

મને એક વાતની નવાઇ લાગે છે કે તેને હજી સુધી "સર"નો ઇલ્કાબ જે બ્રિટીશરો આપે છે તે નથી મળ્યો. સચિન જ શા માટે હજી સુધી કોઇ પણ ભારતિય ક્રિકેટરને નથી મળ્યો. પછી મને જ વિચાર આવે છે કે આપણે એ લોકોનો વાંક કાઢવાની જરુર નથી. આપણી ભારતની સરકારે પણ ક્યાં "ભારત રત્ન" જાહેર કર્યો છે? સચિન ને ભારતની પ્રજા એ તો ક્યારનોય ભારત રત્ન જાહેર કરી દીધો છે. આવા લોકોને સન્માનવાથી એવોર્ડની ગરિમાં વધશે એમ નથી લાગતુ?

અને છેલ્લે વિથ એ સેલ્યુટ ટુ હેડન. હેડને કહ્યુ કે તમારે ક્રિકેટની રમતનાં ભગવાન જોવા છે? ઇન્ડિયાની ટે્સ્ટમેચની બેટિંગમાં તે ચોથા ક્રમે રમવા આવે છે.

Monday, March 15, 2010

પરિક્ષા પરિક્ષા

એક ભાઇએ મને સરસ વાત કરેલી. મને કે' હુ એસ.એસ.સીની પરિક્ષા આપવા જતો તો એટલે મારા ફાધરને પગે લાગ્યો. તો પપ્પા એ પુછ્યુ કેવી તૈયારી છે? જો ફર્સ્ટ ક્લાસ લાવીશ તો કોલેજ જવા માટે "સ્કુટર" અને જો ફેઇલ થ્યો તો પછી જીંદગીભર "રિક્ષા".

ખબર નહિં પણ આજ કાલનો યુગ જ એવો ચાલી રહ્યો છે કે બસ જન્મ્યા ત્યારથી પરિક્ષા પરિક્ષા ચાલુ થઈ જાય.

૧. દોઢ થી બે વર્ષના બાળકને સારી સ્કુલમાં એડમિશન લેવામાટે કોઈ પ્રાઈવેટ ક્લાસમાં મોકલો.
૨. બાળકને સારી સ્કુલમાં એડમિશન લેવા માટે મા બાપની પરિક્ષા.
૩. સ્કુલ શરુ થાય એટલે સ્કુલમાં પરિક્ષા.
૪. સારા માર્ક લાવવા માટે ક્લાસ જોઈન્ટ કરો એટલે દર અઠવાડીએ ક્લાસમાઁ પરિક્ષા.
૫. સારી ફેકલ્ટીમાં એડમિશન લેવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ.
૬. ગ્રેજયુએટ કે માસ્ટરની ડિગ્રી સાથે પાસ થવાથી નોકરી નથી મળી જતી. તમારે નોકરી માટે પણ ટેસ્ટ તો ઉભી જ છે.

આપણી આખી સિસ્ટમ રીવ્યુ કરવાની જરુર નથી લાગતી?

મારો પુત્ર કે મારી પુત્રી ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવ્યો કે આવી એમાં માબાપ કેવા રાજીના રેડ થઇ જાય છે કે મારુ બાળક સૌથી શ્રેષ્ઠ છે. પણ શું આ સાચી હકિકત છે ખરી? સારા માર્ક લાવ્યા એટલે તમારો આઇ ક્યુ સારો ગણાય? આજની શિક્ષણ પધ્ધત્તિનો પૂરી નિખાલસતા પૂર્વક વિચાર કરીએ તો સમજાય છે કે એક નક્કિ કરેલા કોર્સને એક ચોક્કસ સમયમાં ભણીને તેમાંથી પૂછેલા સવાલો નો જવાબ આપીને સારા ગૂણ મેળવો એટલે તમે હોશિયાર બાકિ બધાં ઢગલાના ઢ.શુ આ પરિક્ષા તમારી ટેલન્ટ દર્શાવે છે ખરી? અરે ખરેખર તો આ જાતની પરિક્ષા એ તો તમારી યાદદાસ્તની ટેસ્ટ છે. અને ગોખેલી વસ્તુ જો તમે એમને એમ જવાબમાં છાપી મારો તો પણ સારા માર્ક મેળવી શકો. એટલે સારા માર્ક લાવે તે સારી વસ્તુ છે એ કબુલ પણ તે શ્રેષ્ઠ જ હોય તે જરુરી નથી.

વાત આટલેથી અટકતી નથી. જીવનમાં પ્રગતિ કરવી હોય તો તમારે પરિક્ષાથી છુટકારો નહિ મળે. ડગલે ને પગલે તમારા પડછાયાની માફક તમારી સાથે જ છે. જેમકે,

૧. ડ્રાઈવિગ લાઈસન્સ જોઈએ છે? આપો પરિક્ષા.
૨. લગ્ન઼ની પસદગી કરવાની છે? દ્યો પરિક્ષા.
૩. યુ. એસ. વિઝા જોઇએ છે? કરો એપ્લિકેશન; થઇ જાવ ઇન્ટરવ્યુ માટે તૈયાર. અહિં પણ પરિક્ષા.

પરિક્ષા એટલે શું? તમારી આવડત, કુશળતા, સમજણ, કેળવણી, કેપેસિટી, સભ્યતા, તમારૂ ગ્રાસ્પિંગ, નોલેજની કસોટિ. વ્યકતિની ખરી કસોટિ તો જ્યારે વર્કિંગ ફિ્લ્ડમાં જાય ત્યારે જ થાય છે. કારણકે ત્યાં તમારે એકલાને કામ નથી કરવાનું પણ બીજા લોકો સાથે કામ પાર પાડવાનું હોય છે.વ્યકતિ પોતે ખુબ ઈન્ટેલીજન્ટ હોઇ શકે પણ સમાજમાં રહિને બધાને પોતાના કરીને ઉત્તમ કામ કરી શકે ત્યારે તેને જે આનંદ મળે તે હ્રદયનો આનંદ અકલ્પનિય હોય છે, શબ્દોથી પર હોય છે. આવી રીતે રોજ આનંદથી જીવી શકિએ તો પરિક્ષામાં ડિસ્ટીંગશન સાથે પાસ.