Tuesday, October 26, 2010

કે.બી.સી માં ગબ્બરસિંગ

ગુડ ઇવનિંગ, નમશ્કાર, આદાબ, સત્સરીકાલ સ્વાગત! સ્વાગત! સ્વાગત! આપ સબ લોગોકા, મૈ અમિતાભ બચ્ચન આપ લોગો કે લિયે લેકર આયા હુ કૌન બનેગા કરોડપતિ.

દેવીઓ ઔર સજ્જનો, આજ હમારે સામને હોટ સીટ પર મોજુદ હૈ રામગઢસે આયે ગબ્બરસિંગજી. ગબ્બરજી આપકા બહોત બહોત સ્વાગત હૈ. આજ આપ કિસકે સાથ આયે હૈ?
ગબ્બર: સાંભા કે સાથ
નમશ્કાર સાંભાજી આપકા ભી સ્વાગત હૈ.

ચલિએ તો હમ ઔર આપ શુરુ કરતે હૈ ઇસ અદ્ ભુત ખેલ કૌન બનેગા કરોડપતિ?
ગબ્બરજી, આપકે સામને, આપ કિ ક્મ્પુટર સ્ર્કિન પર એક પ્રશ્ન આયેગા જિસકે ચાર ઓપ્શન હોગે, આપકો હમે સહિ જવાબ બતાના હોગા. એક કે બાદ એક કરકે આપકો બારાહ સવાલ પછે જાયેંગે અગર આપને બારાહ સવાલોં કા સહિ જવાબ દિયા તો આપ યહાંસે એક કરોડ રુપિયા જિત કર જાયેંગે. ખેલમે દો પડાવ આયેંગે પ્રશ્ન દો ઔર સાત પર. આપકિ મદદ કે લિયે તીન લાઇફ લાઇન રખી ગઇ હે એક્સપર્ટ એડવાઇઝ, ફોન યોર ફ્રેન્ડ ઔર ઓડિયન્સ પોલ. તો ગબ્બરજી આપ તૈયાર હે?

ગબ્બર: હેય સાંભા, સુના તુને, એક સવાલ ચાર ઓપ્શન!!! બહુત બે ઇન્સાફિ હે યે બહુત બે ઇન્સાફિ.
અમિતાભ: ગબ્બરજી આપ ઐસા નહિ કેહ સકતે કયું કે એક સવાલકે લિયે આપ તીન લાઇફ લિને ભી યુઝ કર સકતે હૈ. અબ ઠિક હૈ? ગબ્બર: હા હા અબ ઠિક હૈ

ચલિએ યે રહા પહેલા સવાલ આપકિ કોમ્પ્યુટર સ્ર્કિન પર.
રામગઢકિ કટિલી નચનિયાં કૌન થી? ઔર યે રહે ઓપ્શન્સ આપકિ સ્ર્કિન પર.
એ. બસંતિ બી. મૌસિ સી. રાધા ડી. સીતા
ગબ્બર: એ. બસંતિ
અમિતાભ: કયા કરના ચાહેંગે? બસન્તિ પે તાલા લગાયા જાય?
ગબ્બર: હા લેકિન વિરુ કો મત બતાના કિ મૈને બસંતિ કો તાલા લગાયા હૈ વરના વો એક દો તિન કરકે ઇધર આ જાયેગા.
અમિતાભ: કોમ્પ્યુટર મહાશય, એ બસંતિ પર તાલા લગાઇએ ઔર હમે બતાઇએ કિ જવાબ સહિ હૈ યા ગલત. બિલકુલ સહિ આપ પાંચ હઝાર જીત ગયે.
ગબ્બર: હેય સાંભા, ઇ મુંબઇ વાલે કૌન ચક્કિ પીસ કા આટા ખાત હૈ કિ ઐસે મામુલી જવાબ કે પાંચ હઝાર દેત હૈ. હમ સસુરે કાલિયા કો આટા ચાવલકે લિયે રામગઢ ભેજતે થે. હમે ઉન તીનો હરામજાદોકો કે.બી.સી. મે ભેજના ચાહિએથા.

અમિતાભ: ગેઇમ કો આગે બઢાયે યે રહા દુસરા સવાલ આપકી કોમ્પ્યુટર સ્ર્કિન પર
રામગઢકિ રક્સાકે લિયે ઠાકુરને કિન દો જીયાલે કો બુલાએ થે?
એ. ભય ઔર ડરુ બી. છાંછ ઔર જીરુ સી. બહુ ઔર ચરુ ડી. જય ઔર વિરુ
ગબ્બર: ઇ સવાલ તો બહુત હી મુશ્કિલ લગતા હૈ. ક્યા કરુ?
અમિતાભ: અગર આપ કો કષ્ટ હોતા હૈ તો આપ લાઇફ લાઇન ઇસ્તમાલ કર સકતે હૈ. કૌનસી લાઇફ લાઇન ઇસ્તમાલ કરેંગે આપ.

ગબ્બર: ઓડિયન્સ પોલ.
અમિતાભ: દેવીઓ ઔર સજ્જનો, ગબ્બરસિંહજી આપસે મદદ ચાહતે હૈ, આપકે વોટિંગ મશિન તૈયાર રખે
ઔર આપકા સમય શુરૂ હોતા હૈ અબ. ..........
એ કો મિલા હૈ ૨૭% બી કો મિલા હૈ ૨૩% સી કો મિલા હૈ
૨૬% ઔર ડી કો મિલા હૈ ૨૪%. યે તો ઓડિયન્સ ભી દુવિધામે લગતિ હૈ કયા કરેંગે આપ

ગબ્બરસિંહજી, દૂસરી લાઇફ લાઇન લે લે?
ગબ્બર: મૈ ફોન ઓ ફ્રેન્ડ ઇસ્તમાલ કરુંગા.
અમિતાભ: કિસ સે બાત કરના ચાહેંગે આપ?
ગબ્બર: જેઠાલાલસે
અમિતાભ: કોમ્પ્યુટર મહાશય, જેઠાલાલકો ફોન લગાયા જાય.
હલ્લો, જેઠાજી નમશ્કાર મૈ અમિતાભ બચ્ચન બોલ રહા હુ કૌન બનેગા કરોડપતિ સે. કૈસે હૈ આપ, ક્યા હાલચાલ હૈ આપકે!
જેઠાલાલ: અરે અમિતાભજી!!! આપ ખુદ બોલ રહે હૈ? મૈ અભિ હી બબિતાજી કો બોલ રહા થા કિ મેરેકો ભી કેબીસીમે જાના હૈ. લેકિન બબિતાજીને કહા કિ ઉસમે તો જનરલ કોલેજ કે સવાલ પુછતે હૈ તો મૈ તો કોલેજ ગયા નહિ ઇસલિયે ઉધર આ નહિ પાતા. બોલો કયા ઇલેક્ટ્રોનિક્સ કી કોઇ આઇટેમ ચાહિએ તો બોલો મેરી ગડા ઇલેક્ટ્રોનિક્સ કિ દુકાનસે મિલ જાયેગી.
અમિતાભ: નહિ જેઠાજી. મેરે સામને આપ કે દોસ્ત બૈઠે હૈ ગબ્બરસિંહજી. વો પાંચ હઝાર રૂપિયે જીત ચુકે હૈ,
અગર આપ ઉનકી મદદ કરેંગે તો વે દસ હઝાર જીત સકતે હૈ.
જેઠાલાલ: કયા અમિતાભભાઇ આપ ભી. વો ડાકુ તો મેરી દુકાનસે મોબાઇલ લેને આયા થા ઉસને મેરા મોબાઇલ નંબર માંગા તો મૈને દે દિયા બાકી ભાઇ વો ડાકુ મેરા દોસ્ત નહિં હૈ. કહા મૈ વેપારી ભાયડા ઐસે ડાકુ કે ચક્કરમે પડુંગા? ઔર જેઠાલાલને ફોન કાટ દિયા

અમિતાભ: ઉફ!! ગબ્બરજી આપકિ યે ભી લાઇફ લાઇન ચલી ગઇ. કોઇ બાત નહિ અભી આખરી લાઇફ
લાઇન મૌજુદ હૈ એક્સપર્ટ એડવાઇંઝ. કયા કરના ચાહેંગે આપ?
ગબ્બર: સસુરી દો તો ફુકટમે ચલી ગઇ ચલો યે ભી દેખ લેતે હૈ.
અમિતાભ: કોમ્પ્યુટર મહાશય, ગબ્બરસિંહજી અપની તિસરી ઔર આખરી લાઇફ લાઇન યુઝ કરના ચાહતે હૈ. એક્સપર્ટ મહોદયા બસંતિજી કો પેશ કિયા જાય. બસંતીજી આપ સવાલ તો સુન ચુકિ હૈ કયા એડવાઇઝ દેંગી આપ?

બસંતિ: દેખો, બેફિઝુલકિ બાત કરનેરકિ આદત તો મુઝે હૈ હી નહિ. જવાબ દિયા તો દિયા નહિ તો નહિ દિયા. ઇસમે આપકા બસંતિસે કોઇ જગડે કિ તો બાત હૈ નહિ. તો આપ પુછેંગે કિ બસંતિ ઇસમેં જગડે કિ બાત કહા હૈ તો મેરા જવાબ યે હૈ કિ યા તો આપ એ ઔર બી મે સે એક ચુન લો યા ફિર સી ઔર ડી મે સે એક ચુનલો. બસંતિ આપકો યકિનસે કેહ સકતિ હૈ કિ એક જવાબ તો સહિ મિલેગા.
આપ ભી કયા યાદ રખેંગે કિ બસંતિ સે પાલા પડા થા!
અમિતાભ: કહિએ ગબ્બરજી આપ કિ સમજમેં અગર કુછ આયા તો. અભી તો આપ કે પાસ કોઇ લાઇફ લાઇન ભી નહિં બચી.

ગબ્બર: હ હ હ હ હા હા હા હા.... તી....નો... ચલી ગઇ. હ હ હ હ હા હા હા હા તીનો કિ તીનો નિક્કમિ એક ભી કામ નહિ આઇ!!! જબ કિ તિગડી કિ બાત હોતી હૈ તો મેરે સાથ ઐસા હિ હોતા હૈ. પહેલે ભી હુઆ થા આજ ફિર હો ગયા.

મુજે નહિ ખેલના હૈ મૈ તો ચલા અપને રામગઢ.

Thursday, September 9, 2010

ધર્મ

મે એવુ સાંભળ્યુ છે કે ધારયતિ ઇતિ ધર્મ.જેને ધારણ કરી શકાય તે ધર્મ. વ્યક્તિ ચાહે ગમે તે ધર્મને અનુસરતો હોય, પાળતો હોય, ચાહે તે હિન્દુ હોય કે ખ્રિસ્તી કે પછી મુસ્લિમ કે પછી પારસી. કોઇ પણ ધર્મનુ મુખ્ય કામ એક માનવીમાં રહેલા સારા ગુણોને પ્રકાશીત કરી જીવનમાં અપનાવવાનુ કામ કરે છે.

આપણે સમાજમાં એવી વાતો થતી સાંભળીએ છીએ કે ફલાણા ભાઇ કે બહેન ખુબ ધાર્મિક છે. ત્યારે મનમાં સવાલ થાય કે ધાર્મિક એટલે શુ?

૧. સવારે ઉઠીને માળા ફેરવવી કે પુજા અર્ચના કરવી.
૨. ગાય કુતરાને રોટલી આપવી કે કોઇ ગરિબ ભીખારીને દાન કરવુ.
૩. નામ જપ, પૂજા, પાઠ, પ્રાર્થના કરવી.
૪. શ્રમ દાન કરવુ. કોઇ માંદા વ્યકતિની સેવા કરવી.
૫. ઉપવાસ કે એક ટાણા કરવા.

ઉપર દર્શાવેલ દરેક એક્ટિવીટી માણસને સારા માર્ગ પર લઇ જતી ટેવ છે. પણ શું તેથી તે ધર્મ કહેવાય? શુ કોઇ ચોક્કસ પ્રકારનાં વસ્ત્ર પહેરવાથી કે ચોક્કસ પ્રકારનુ તિલક કરવાથી જ ધાર્મિક કહેવાય?. મને લાગે છે કે તકલિફ એ છે કે ધર્મ કઇ કરવાની વસ્તુ નથી. ધર્મ એ જીવવાની રીત છે. કોઇ પણ કામ હાથમાં લેતા પહેલાં તેના પરિણામ વિષે તમારી વિવેક બુધ્ધિથી વિચારી લો. તમને સંતોષ થાય કે તમારા કામથી કોઇનુ કોઇ પણ પ્રકારે અહિત નથી થતુ ને! જો જવાબ સકારાત્મક હોય તો પછી તે કાર્યમાં ડુબી જાવ. તમારી સંપુર્ણ આવડત, કેળવણી હોશિયારીનો ઉપીયોગ કરી શ્રેષ્ઠ રીતે પાર પાડો.

૧. વિદ્યાર્થીને સાચુ શિક્ષણ આપવુ તે શિક્ષકનો ધર્મ છે.
૨. વ્યાજબી નફો લઇને ગ્રાહકને યોગ્ય તોલમાપ મુજબ માલ આપી વેપાર કરવો તે દુકાનદાર નો ધર્મ છે.
૩. નોકરિયાતે મન દઇને પુરા ખંતથી કામ કરવુ એ નોકરિયાતનો ધર્મ છે.
૪.માલિકે તેની મહેનતનું યોગ્ય વળતર ચુકવવું તે માલિકનો ધર્મ છે.
૫.જનતાની સેવા કરવી એ નેતાનો ધર્મ છે.

એટલે કે નિતી ધર્મ છે, પ્રમાણિકતા ધર્મ છે, સત્ય ધર્મ છે, અહિંસા ધર્મ છે. આવી રીતે જીવન ગુજારતી વ્યક્તિ સાચા અર્થમાં ધાર્મિક છે. જો આવી રીતે જીવન પસાર કરતાં હોઇએ તો પછી શા માટે મંદિરમાં જવું? મંદિરમાં સામાન્ય રીતે મનોકામના પૂર્ણ કરવાની વિનંતિ જ કરતાં હોઇએ છીએ. આપણી એક યા બીજા પ્રકારની માંગણી જ કરતા હોઇએ છીએ. પરમાત્મા પાસે માંગણી એટલી જ કરીએ કે પ્રભુ હુ તમારો છુ તમે મને એવી સમજણ આપો કે જેથી હુ ખરા અર્થમાં ધાર્મિક બનુ એવી શક્તિ આપો કે ગમે તેવા કપરા સંજોગોમાં પણ મારી શાંતિમાં ભંગ ન થાય અને સંજોગોનો સામનો કરી શકુ.

Tuesday, July 20, 2010

સંબંધ

સંબંધ, એ વ્યક્તિ રૂપી માળીએ અંત:કરણ પુર્વક: સ્નેહના જળથી ઉગાડેલો એવો છોડ છે, જે સ્નેહના જળને પરિવર્તિત કરી પુષ્પમાં પમરાટના સ્વરુપે પ્રગટ થાય છે. લાગણીની કોઇ ભાષા નથી હોતી એ અનુભવી શકાય એને શબ્દોમાં કેદ ન કરી શકાય. શું સમુદ્રના અફાટ જળમાં ભરતી અને ઓટ નથી આવતાં? વૃક્ષો પાનખરમાં પોતાનાં પર્ણ નથી ગુમાવતાં? તેથી શું તેની મુળભુત પ્રકૃત્તિમાં પરિવર્તન આવે છે. કદાપી નહિને!તેવી જ રીતે સંબંધમાં પણ, શાંત જળમાં પત્થર પડવાથી વલય આકાર પામે તેવું બને. પણ તે ક્ષણિક હોય "પાની કિ લકીર". તે ક્યારે પણ સંબંધમાં અંત ન લાવી શકે એટલા માટે કે તેના મુળમાં સ્નેહ ભાવના હોય છે.

જે સંબંધમાં કઇ આપવાની જ ભાવનાં હોય, કોઇને સુખી કરવાની ઈચ્છા હોય તે સંબંધમાં ક્યારે પણ સ્નેહની ઓટ ન આવે ચાહે ગમે તેવા સંજોગો હોય. ઘણા સેન્સીટિવ લોકોને નાની બાબતમાં પણ ખુબ લાગી આવે. તેનું રિએક્શન પણ તેજાબી હોય. આપણે જો ફક્ત રિએક્શન નિહાળીને મનમાં કોઇ વિષે અભિપ્રાય બાંધી લઇએ તો સામી વ્યક્તિને જાણે અજાણે અન્યાય કરીએ છીએ. કારણ કે એ રિએક્શન પાછળ શું કારણ હતું તે વિષયમાં આપણે ભાગ્યે જ ઉંડા ઉતરતાં હોઇએ છીએ. આપણે સ્થુળમાં અટકી જઇએ છીએ. જો આપણે વિચારીએ કે આપણાથી સામેની વ્યક્તિની ભાવના કે લાગણીને જાણે અજાણે ઠેસ તો નથી પહોંચાડી ને! આપણી વાણી, વિચાર કે વર્તનમાં ઉણપતો ન હતી ને!

આવું વિશ્ર્લેષણ કરવાથી આપણે ચોક્કસ સચ્ચાઇથી નજદિક પહોચિ જશું. અને જ્યારે પણ આપણ ને લાગે કે આપણી ભુલ થઇ છે તો તેને તરત સુધારી લેવી જોઇએ. કલાપીએ કેટલું સુંદર લખ્યુ છે " હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યુ એ, પાપી તેમાં ડુબકી દઇને પુણ્યશાળી બને છે" અંગ્રેજીમાં એક કહેવત છે કે " વી આર હ્યુમન બિઇંગ્સ, વી આર બાઉન્ડ ટુ મેઇક મિસ્ટેક્સ ". અને જો જો જ્યાં ખરા સ્નેહની ભાવના હશે ત્યાં ભુલ કબુલ કરતાં અહંકાર વચ્ચે નહિ આવે. કારણ કે ખરા પ્રેમની ભાવનાંની તાકાત પાસે અહંકાર તણખલા સમાન બની જાય છે.

પરમાત્માંનું અપ્રકટ સ્વરુપ એ જ સ્નેહ, લાગણી કે પ્રેમ.

Monday, May 24, 2010

આઇ એક્સ ૮૧૨

"નમસ્કાર, એર ઇન્ડિયા કિ ઉડાન આઇ એક્સ ૮૧૨ જો કી દુબઇ સે મેન્ગલોર કિ ઔર જા રહિ હૈ ઉસ પર સભી યાત્રિયો કા સ્વાગત કરતી હું. મેન્ગલોર તક કિ દુરી ૩ ઘન્ટા ઔર ચાલિસ મિનિટમે પુરી કી જાયેગી. યાત્રિયો સે નિવેદન હે કિ અપની કુર્સી કિ પેટિ બાંધ લે. ધન્યવાદ." કદાચ આ એનાઉન્સમેન્ટ પર કોઇએ પુરતુ ધ્યાન પણ ન આપ્યુ હોય. બિચારી હોસ્ટેસને પણ સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે તે લોકોનુ મોતનાં મુખમાં સ્વાગત કરિ રહી છે. અને આ ઉડાન તેની અને યાત્રિકોની અંતીમ ઉડાન હશે.

ભારતની બહાર વસતા લોકો જયારે માદરે વતન પાછા ફરતાં હોય ત્યારે કેટલી ઉર્મિ અને ઉમંગથી તૈયારી કરતા હશે. કેટ કેટલા લોકોને, સગા સંબંધીઓને મળવાનું, કેટલા કામ પતાવવાના, કોનુ વેવિશાળ઼, કોના લગ્ન, ઘર, જમીન વગેરે કામો સાથે લેતા આવે છે.અલગ અલગ યાત્રિકો એ પોતાના ઘરના લોકો માટે જાત જાતની ખરીદી કરી હશે. મા, બાપ, ભાઇ, બહેન, પતિ, પત્નિ, ફિયાન્સી, દોસ્ત, સગા સંબંધી માટે ન જાણે કેટલા ભાવ અને પ્રેમથી વસ્તુઓ ખરીદી હશે.પોતાના સગા સંબંધીને મળીને કેટલો આનંદ કરીશુ. આવા આનંદની કલ્પના એ ૧૫૮ યાત્રિકોને પણ થઇ હશે.

એર ક્રાફ્ટમાં મળતી સુખ સુવિધા પણ આ કાલ્પનિક આનંદ આગળ ફિક્કી લાગવા માંડે. ૩ કલાકનો સમય પણ ૩ યુગ જેટલો લાંબો લાગે. ઘરે પહોચવાની કલ્પનામાં વિહરતા હોય અને એનાઉન્સમેન્ટ થાય કે " કુછ હિ પલો કે બાદ હમારા વિમાન મેન્ગલોર પર ઉતરેગા. સભી યાત્રિયોંસે નિવેદન હે કિ અપની કુર્સી કી પેટિ બાંધ લે ઔર કુર્સી સીધી રખે. ધન્યવાદ" હવે તો કલ્પના અને તર્ક પુરા થયા અને વાસ્તવિક રીતે હમણાંજ ઘર ભેગા!!!

પણ આ શું? એક ભયાનક દુર્ઘટના. મેંગલોરના એ ટેબલટોપ એરપોર્ટના રનવેને પાર કરી એ વિમાનના ટુકડા થયા અને પલકવારમાં આગની જ્વાળાઓમાં હોમાય ગયું. અને તેની સાથે,

૧. અનેક લોકોની આશા, ઉર્મિ, અરમાનો અને ઉમંગ પણ બળીને રાખ થઇ ગયા.
૨. કોઇએ પોતાના મા, બાપ ગુમાવ્યા તો કોઇએ પોતાના સંતાન.
૩. કોઇએ પતિ તો કોઇએ પત્નિ. કોઇનો લાડકવાયો વીર તો કોઇની લાડલી બહેન.
૪. કોઇએ જિગરજાન મિત્ર તો કોઇએ સહેલી.
૫. કોઇએ ઘરનો આધાર તો કોઇએ સમગ્ર પરિવાર.

કલ્પના કરતાં પણ હ્લદય ધ્રુજી જાય કે પોતાના પરિવારની વ્યકતિની ઓળખ પણ ન થઇ શ્રકે અને એક મૃતદેહની માગણી બે પરિવાર કરતા હોય. જે પરિવાર એરપોર્ટ પર રિસીવ કરવા ગયુ હોય અને જેણે પોતાનુ સ્વજન પોતાની નજર સામે ગુમાવ્યુ હોય તેની માનસિક અવસ્થા કેવી થઇ હશે એ તો જેના પર વિતી હોય તે અને તેનો રામ જાણે.

જિંદગીનો આવો કરુણ અંત લખતાં વિધાતાની આંખ પણ ભરાઇ આવી હશે.

Saturday, March 27, 2010

સચિન તેંડુલકર

સખત પરિશ્રમ, મક્કમ મનોબળ, દ્રઢ આત્મવિશ્વાસ, અકલ્પનિય તિતિક્ષા, વાણી અને વર્તન પર કાબુ, સૌજન્યશીલ, બેટિંગની કળાનો નિષ્ણાત અને છતાં પણ સ્વભાવે સાલસ એવો જો કોઇ ક્રિકેટર હોય તો તે એક જ વ્યક્તિ છે " સચિન રમેશ તેંડુલકર". સચિનનાં ક્રિકેટના આંકડા જ એની બેટિંગની કૌશલ્યતા પુરવાર કરે છે.

મને બરાબર યાદ છે આજથી લગભગ દોઢેક વર્ષ પહેલા ગ્રેગ ચેપલ, ઇયાન ચેપલ જેવા વિદેશી ખેલાડી અને આપણાં જ ભારતના સંજય માંજરેકર એવું કહેતા હતા કે હવે સચિનમાં પહેલા જેવી કાબેલિયત નથી રહિ. હવે ઉંમ્મર દેખાય છે માટે સચિને હવે ગ્રેસફુલી રિટાયર થઇ જવુ જોઇએ. સચિને ક્યારે પણ આ લોકોની ટિકા ન કરી કે કોઇ જવાબ આપ્યો. તે ક્યારે પણ આવા વાદ વિવાદમાં પડતો નથી. તે એક જ રીતે જવાબ આપવા ટેવાયેલો છે અને તે તેના બેટિંગથી. તે હંમેશા કહે છે મને જંયાં સુધી ક્રિકેટ રમવામાં આનંદ આવે છે અને મારી ટીમને ઉપયોગી થઇશ ત્યાં સુધી હુ રમવા માગું છું. સર ડોન બ્રેડમેન જેવી કાબેલ વ્યક્તિ એમ કહે છે કે હું જ્યારે રમતો ત્યારે સચિન જેવુ રમતો હોઇશ. ગ્રેગ ચેપલ, ઇયાન ચેપલ અને સંજય માંજરેકર જેવા લોકોની પ્રશંસાનો સચિન મોહતાજ નથી એટલુ આ વામણાં ક્રિકેટરો કેમ સમજતાં નથી? સચિનને તમારાં જેવા લોકોના સર્ટિફિકેટની જરુર નથી. આવા બેફામ નિવેદનો કરવાથી સચિનની લોકપ્રિયતા તો નથી ઘટતી પણ મારા જેવાં અનેક લોકો તમારો દ્વેષભાવ જાણી ગયા છે. મારા જેવાં અસંખ્ય લોકોની નજરમાં તમે નીચે પડી ગયા છો.

કેટલી વખત અમ્પાયરોએ તેને ખોટો આઉટ આપ્યો છે. અરે હજી હમણાનીજ વાત યાદ કરો શ્રીલંકાની ટિમ આવી હતી અને એક લાંબા સમયના અંતરાલ પછી વનડેમાં રમવા આવ્યો. એને સતત ત્રણ વખત ખોટો આઉટ અપાયો. તો પણ આ સૌજન્યશીલ ઈન્સાને કદિ પણ એક હરફ ન ઉચ્ચાર્યો. અને ઓસ્ટ્રેલીયામાં તો હદ થઇ ગઇ, હેલમેટ ઉપર બોલ વાગ્યો અને એલ.બી.ડબલ્યુ આઉટ આપ્યો પણ સચિન જેનું નામ. ચૂપચાપ પેવેલિયનમાં આવીને મ્યુઝિક સાંભળવા લાગ્યો. આટલી સહિષ્ણુતા ભાગ્યેજ જોવા મળે.

૧૯૭૧ની વાડેકરની ટીમે પહેલી વાર વેસ્ટ ઇન્ડિઝને તેની ભુમિ પર હરાવ્યુ તેની ઉજવણીમાં આશરે એક મહિના પહેલા સર ગેરિ સોબર્સ મુમ્બઇ આવેલા. તેમણે એવી વાત કરી કે મારા મતે તો સુનિલ ગવાસ્કર શ્રેષ્ઠ બેટ્સમેન છે કારણ કે ત્યારની વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં માલ્કમ માર્શલ અને જોએલ ગાર્નર જેવા ઝંઝાવાતિ બોલર સામે હેલમેઠ પહે્ર્યા વગર તેણે બેટિંગ કરેલી. સચિને ત્યારે કહેલુ કે સાચી વાત છે હુ આજની તારિખે હેલમેટ વિના નેટ પ્રેક્ટિસ પણ ન કરી શકુ. આવી નમ્રતાં જ આ માણસને મુઠ્ઠી ઉચેરો ઇન્સાન બનાવે છે.

હજી હમણાં જ મને એક એસ.એમ.એસ મળેલો જેમાં ૨૦૦૪ની ઓસ્ટ્રેલિયાની ટુરની વાત જાણવા મળી. બ્રેડ હોજે સચિનની વિકેટ લીધેલી. દિવસનાં અંતે બ્રેડ હોજ એ જ બોલ લઇને સચિન પાસે આવ્યો અને બોલ પર ઓટોગ્રાફ આપવા વિનંતી કરી. સચિને ખુશીથી વિનંતીનો સ્વિકાર કર્યો અને બોલ પર લખ્યુ કે " ધીસ વિલ નોટ હેપન અગેઇન" સચિન તેંડુલકર. હજી હોગ ભાઇ આજ સુધી બીજીવાર સચિન ને આઉટ કરી શક્યા નથી. આવો છે એનો જબરજસ્ત આત્મવિશ્વાસ.

મને એક વાતની નવાઇ લાગે છે કે તેને હજી સુધી "સર"નો ઇલ્કાબ જે બ્રિટીશરો આપે છે તે નથી મળ્યો. સચિન જ શા માટે હજી સુધી કોઇ પણ ભારતિય ક્રિકેટરને નથી મળ્યો. પછી મને જ વિચાર આવે છે કે આપણે એ લોકોનો વાંક કાઢવાની જરુર નથી. આપણી ભારતની સરકારે પણ ક્યાં "ભારત રત્ન" જાહેર કર્યો છે? સચિન ને ભારતની પ્રજા એ તો ક્યારનોય ભારત રત્ન જાહેર કરી દીધો છે. આવા લોકોને સન્માનવાથી એવોર્ડની ગરિમાં વધશે એમ નથી લાગતુ?

અને છેલ્લે વિથ એ સેલ્યુટ ટુ હેડન. હેડને કહ્યુ કે તમારે ક્રિકેટની રમતનાં ભગવાન જોવા છે? ઇન્ડિયાની ટે્સ્ટમેચની બેટિંગમાં તે ચોથા ક્રમે રમવા આવે છે.

Monday, March 15, 2010

પરિક્ષા પરિક્ષા

એક ભાઇએ મને સરસ વાત કરેલી. મને કે' હુ એસ.એસ.સીની પરિક્ષા આપવા જતો તો એટલે મારા ફાધરને પગે લાગ્યો. તો પપ્પા એ પુછ્યુ કેવી તૈયારી છે? જો ફર્સ્ટ ક્લાસ લાવીશ તો કોલેજ જવા માટે "સ્કુટર" અને જો ફેઇલ થ્યો તો પછી જીંદગીભર "રિક્ષા".

ખબર નહિં પણ આજ કાલનો યુગ જ એવો ચાલી રહ્યો છે કે બસ જન્મ્યા ત્યારથી પરિક્ષા પરિક્ષા ચાલુ થઈ જાય.

૧. દોઢ થી બે વર્ષના બાળકને સારી સ્કુલમાં એડમિશન લેવામાટે કોઈ પ્રાઈવેટ ક્લાસમાં મોકલો.
૨. બાળકને સારી સ્કુલમાં એડમિશન લેવા માટે મા બાપની પરિક્ષા.
૩. સ્કુલ શરુ થાય એટલે સ્કુલમાં પરિક્ષા.
૪. સારા માર્ક લાવવા માટે ક્લાસ જોઈન્ટ કરો એટલે દર અઠવાડીએ ક્લાસમાઁ પરિક્ષા.
૫. સારી ફેકલ્ટીમાં એડમિશન લેવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ.
૬. ગ્રેજયુએટ કે માસ્ટરની ડિગ્રી સાથે પાસ થવાથી નોકરી નથી મળી જતી. તમારે નોકરી માટે પણ ટેસ્ટ તો ઉભી જ છે.

આપણી આખી સિસ્ટમ રીવ્યુ કરવાની જરુર નથી લાગતી?

મારો પુત્ર કે મારી પુત્રી ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવ્યો કે આવી એમાં માબાપ કેવા રાજીના રેડ થઇ જાય છે કે મારુ બાળક સૌથી શ્રેષ્ઠ છે. પણ શું આ સાચી હકિકત છે ખરી? સારા માર્ક લાવ્યા એટલે તમારો આઇ ક્યુ સારો ગણાય? આજની શિક્ષણ પધ્ધત્તિનો પૂરી નિખાલસતા પૂર્વક વિચાર કરીએ તો સમજાય છે કે એક નક્કિ કરેલા કોર્સને એક ચોક્કસ સમયમાં ભણીને તેમાંથી પૂછેલા સવાલો નો જવાબ આપીને સારા ગૂણ મેળવો એટલે તમે હોશિયાર બાકિ બધાં ઢગલાના ઢ.શુ આ પરિક્ષા તમારી ટેલન્ટ દર્શાવે છે ખરી? અરે ખરેખર તો આ જાતની પરિક્ષા એ તો તમારી યાદદાસ્તની ટેસ્ટ છે. અને ગોખેલી વસ્તુ જો તમે એમને એમ જવાબમાં છાપી મારો તો પણ સારા માર્ક મેળવી શકો. એટલે સારા માર્ક લાવે તે સારી વસ્તુ છે એ કબુલ પણ તે શ્રેષ્ઠ જ હોય તે જરુરી નથી.

વાત આટલેથી અટકતી નથી. જીવનમાં પ્રગતિ કરવી હોય તો તમારે પરિક્ષાથી છુટકારો નહિ મળે. ડગલે ને પગલે તમારા પડછાયાની માફક તમારી સાથે જ છે. જેમકે,

૧. ડ્રાઈવિગ લાઈસન્સ જોઈએ છે? આપો પરિક્ષા.
૨. લગ્ન઼ની પસદગી કરવાની છે? દ્યો પરિક્ષા.
૩. યુ. એસ. વિઝા જોઇએ છે? કરો એપ્લિકેશન; થઇ જાવ ઇન્ટરવ્યુ માટે તૈયાર. અહિં પણ પરિક્ષા.

પરિક્ષા એટલે શું? તમારી આવડત, કુશળતા, સમજણ, કેળવણી, કેપેસિટી, સભ્યતા, તમારૂ ગ્રાસ્પિંગ, નોલેજની કસોટિ. વ્યકતિની ખરી કસોટિ તો જ્યારે વર્કિંગ ફિ્લ્ડમાં જાય ત્યારે જ થાય છે. કારણકે ત્યાં તમારે એકલાને કામ નથી કરવાનું પણ બીજા લોકો સાથે કામ પાર પાડવાનું હોય છે.વ્યકતિ પોતે ખુબ ઈન્ટેલીજન્ટ હોઇ શકે પણ સમાજમાં રહિને બધાને પોતાના કરીને ઉત્તમ કામ કરી શકે ત્યારે તેને જે આનંદ મળે તે હ્રદયનો આનંદ અકલ્પનિય હોય છે, શબ્દોથી પર હોય છે. આવી રીતે રોજ આનંદથી જીવી શકિએ તો પરિક્ષામાં ડિસ્ટીંગશન સાથે પાસ.

Tuesday, February 9, 2010

આઘાત અને પ્રત્યાઘાત

શિર્ષક જોઇને ભડકવાની જરુર નથી. મારે કંઇ ન્યુટનના ગતિના ત્રીજા નિયમની વાત નથી કરવાની કારણકે તમે જાણો જ છો કે "આઘાત અને પ્રત્યાઘાત સરખા અને સામ સામેની દિશામાં હોય છે." આપણા દૈનિક જીવનમાં પણ આવું જ બને છે. જીવનનો ૧૦ ટકા હિસ્સો, તમારી સાથે શું બને છે તે આઘાત અને જીવનનો બાકીનો ૯૦ ટકા હિસ્સો, આ બનાવો સામે તમે કેવી રીતે રિએક્ટ કરો છો તે પ્રત્યાઘાત.

આમ કહેવાનો અર્થ શુ? જુઓ, ૧૦ ટકા બનાવો બને છે તેના પર આપણો કન્ટ્રોલ નથી જેમકે ગાડીમાં પંચર પડવું, ટ્રેન લેઇટ થવી, કોઇ આપણી ટિકા કરે કે પ્રશંસા. આવા બનાવો ઉપર આપણો કાબુ નથી હોતો. આવી જે ઘટનાઓ આપણી સાથે બને છે ત્યારે આપણે કેવી રીતે રીએક્ટ કરીએ છીએ તે રીએક્શન આપણા તે દિવસના મુડનું કારણ બને છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે એક ઉદાહરણ લઇએ.

એક દિવસ સવારે તમે ઓફિસમાં જવાની ઉતાવળમાં છો. જલ્દી જલ્દી ડાઇનિંગ ટેબલ પર આવીને ખુરશીમાં બેસો છો ત્યાંજ તમારી નાની દિકરીથી કોફીનાં કપને ધક્કો લાગી જાય છે અને કોફી તમારા શર્ટ અને પેન્ટ પર ઢોળાય છે. બિચારી રડુ રડુ થઇ તમારી સામે જુએ છે અને તમે તેના પર ગુસ્સે થઇ જાવ છો. બાજૂમાં ઉભેલી તમારી પત્નીને પણ ગુસ્સે થઇને કહો છો કે આવી રીતે કપ રખાય? બન્ને વચ્ચે થોડી ગરમા ગરમી થાય છે. તમે કપડા બદલાવીને પાછા આવો છો ત્યા સુધીમાં દિકરીની સ્કુલ બસ આવીને તેને લીધા વિના ચાલી જાય છે. હવે! દિકરીને સ્કુલમાં મુકવા જવાનું છે એટલે તમે નાસ્તો કર્યા વગર પત્નિને મળ્યા વગર ઘરેથી નિકળી જાઓ છો. એટલે પત્નિને પણ દુ:ખ થાય છે. તમે ઉતાવળમાં છો એટલે લાલ સિગ્નલ હોવા છતાં પણ નિકળી જવાની કોશિશ કરો છો એમાં પોલિસના હાથમાં આવી જાઓ છો અને ૧૦૦ રુપિયાનો દંડ ભરોછો. તમારો ગુસ્સો સાતમાં આસમાને છે અને આજે પહેલીવાર દિકરી પણ તમને આવજો કહ્યા વિના સ્કુલમાં ચાલી જાય છે. તમે ઝડપથી ઓફિસમાં પહોંચો છો ત્યારે તમને યાદ આવે છે કે ઓફિસ બેગ તો ઘરે જ રહી ગઇ. ખબર નહિ આજનો દિવસ જ બેકાર છે મારે માટે. સાંજે ઘરે ડોર બેલ વગાડતાં જ પત્નિ દરવાજો તો ખોલે છે પણ સવારની વાત તેના મો પર દેખાય છે. વ્હાલી દિકરી પણ મો ફુલાવીને બેઠી છે.

આ સમગ્ર ઘટના માટે કોણ જવાબદાર છે.

૧. કોફીનો કપ જે તમારા કપડા પર ઢોળાયો.
૨. તમારી પુત્રી કે જેનાથી કપ ઢોળાયો.
૩. પોલીસમેન કે જેણે ૧૦૦ રુપિયાનો દંડ કર્યો.
૪. કે તમારુ રિએક્શન.

જવાબ છે નંબર ૪. તમારુ રિએક્શન. કોફી ઢોળાવાની ઘટના તમારા કાબુમાં ન હતી. પણ તે પછીની પાંચ સેકંડ ચોક્કસ તમારા હાથમાં હતી. તમારો પ્રત્યાઘાત.
આજ ઘટનાંમાં જો તમારુ રિએકશન કઇંક આવુ હોત તો. જેમ કે કોફી ઢોળાઇ, તમે દિકરીને કહ્યુ કઇ વાંધો નહિ બેટા ફરી વખત ધ્યાન રાખજે. તમે ઝડપથી ઉપર ગયા કપડા બદલી બેગ લઇ નીચે આવો છો ને બારીમાંથી સ્કુલે જતી દિકરીને આવજો કહો છો.
ઘટનાની શરુઆત એક સરખી છે પણ અંત? જુદા છે. કારણકે જીવનનો ૧૦ ટકા હિસ્સો તમારી સાથે શું બને છે તે આઘાત અને જીવનનો બાકીનો ૯૦ ટકા હિસ્સો આ બનાવો સામે તમે કેવી રીતે રિએક્ટ કરો છો તે પ્રત્યાઘાત.

કોઇ તમારી અણછાજતી ટીકા કરે કે તમારા વિષે ઘસાતુ બોલે તો તેવી વાત એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાખવી. નકામી જીભાજોડીમાં ઉતરી તમારુ બ્લડ પ્રેશર ન વધારતા. ન કરે નારાયણ ને કોઇ સંજોગો વશાત તમે નોકરી ગુમાવી હોય તો ઢોળાયેલા દુધ પર રડવા કરતાં નવી સારી નોકરી માટે વિચાર કરજો.

ન્યુટનના નિયમને ગતિ પુરતો જ મર્યાદિત રખાય જીવનમાં ન અપનાવાય.

Tuesday, January 5, 2010

3 IDIOTS

What a movie 3 idiot is? It has every thing you need for entertainment and on the top of it, as a feather in a cap, some message too!

• Excellence: Generally the people run after the success. They put in their whole hearted efforts but the resultant is a miserable failure. Why it so happens? what is the reason of a failure? This is because the concentration and the focus were on success and not on the work activity they were doing.
• This man says strive for the excellence in work activity i.e changing of focus from success to work activity. Work to perfection to the best of your ability. Ensure that the work gives you a real pleasure and satisfaction and then you can be more then certain that the people would like it and will appreciate it.
• Work should never become a burden. If Sachin Tendulkar goes out in the crease with an intention of retaining his place in the team what will happen? He will be continuously thinking that he should not loose his wicket otherwise he will loose his place in the team. In this scenario his entire concentration will be to keep his wicket in tact and not scoring runs. He will then start worrying that though he is on the wicket for an hour with only five runs against his name he will get frustrated and loose his wicket.
• Its good that he never comes out in crease with that state of mind. He considers batting as a pleasure and plays innovative strokes and scores heavily. Their come the focus and the mind set and the result is known to every one.
• Choice: It’s a general observation that all the parents want their son/daughter to be an engineer or a doctor. They would never bother to ask them about their interest. They simply want their dreams to be fulfilled. They desire to have their head up in the society and satisfy their ego. But what happens in the process to the child? The child goes in a faculty where he is not interested and therefore he will not be able to concentrate on study because it is not a pleasure its burden. The resultant is a frustrated child with no good carrier.
• Treat your child as a growing flower, allow it to blossom or treat them as flowing river. Let them decide their future. Do help them if they so desire.