Tuesday, March 6, 2012

કોંગ્રેસનો ડિસગ્રેસફુલ ડ્રામા

ઉત્તરપ્રદેશની ચુંટણીના પરિણામો હજી તો જાહેર પણ નો' તા થયા ત્યાં તો કોરસમાં બધા નેતાઓએ રાસડા શરુ કરી દિધા કે "એમાં રાહુલભાઇનો વાંક નથી ભાઇ. રાહુલભાઇએતો બહુ મહેનત કરી પણ....."
બાજપાઇએ એક સરસ દાખલો આપેલો યાદ કરવા જેવો છે. ૧૯૬૨માં ચીન સાથે લડાઇ થઇ એમાં આપણે હારી ગયેલા. ત્યારે આપણા કોંગ્રસી નેતાઓએ કહેલું કે આપણું લશ્કર હારી ગયુ પણ ૧૯૬૫માં પાકિસ્તાન સાથેનાં યુધ્ધમાં આપણે જીતી ગયા ત્યારે આપણા કોંગ્રસી નેતાઓ કે કે આ તો ઇંદિરાજી જિતી ગયા. બાજપાઇજીએ કહ્યું એમની ટિપિકલ શૈલીમાં કે " હમારી તુચ્છ બુધ્ધિસે યે બાત સમજ નહિ આતી કિ જબ હારતે હૈ તો બેચારા લશ્કર હાર જાતા હૈ ઓર જિત તે હૈ તો કોંગ્રસ જિત જાતી હૈ."
એમાંય સૌથી વિશિષ્ટ જોક તો આપણા અર્જુનભાઇ મોઢવાડિયાની. તેમણે કહ્યું કે ચુંટણી પરિણામો કોંગ્રેસ માટે ભારે ઉત્સાહજનક છે. લે બોલ. અરે ભાઇ આખુ દિલ્લી મરશીયા ગાય છે ઇ તો જો. મને એક જોક યાદ આવી. એક ભાઇ પોતાના બાળકનો પ્રોગ્રેસ જોવા સ્કુલમાં ગયા. વર્ગ શિક્ષકને પુછ્યું કે બાબાનું ભણવાનું કેવું ચાલે છે તો સર કહે કે બહું સરસ. પછી બાળકને ઉભો કરી પુછ્યું કે બે ને બે કેટલા? તો બાબો કે પાંચ. સર કે જોયું કેટલો આગળ વધે છે. કાલ સુધી તો ત્રણ કે તો તો.

કોંગ્રેસની કંગાલીયત એટલી બધી થઇ ગઇ છે કે સચ્ચાઇની કબુલાત કરવાને બદલે શાહમૃગ વૃત્તિ દેખાડે છે. અરે કોઇ મરદ એવો નથી કે ખુલીને કહિ શકે કે રાહુલનો લેંઘો કે સોનિયાજીનો પાલવ પકડીને ચુંટણી નહિ જિતાય. ચુંટણી દરમ્યાન કોંગ્રેસના કેટલાક કહેવાતા લિડરોએ આપેલા નિવેદનોની નોંધ લઇએ.
૧). મુસ્લિમ વોટરને આકર્ષવા માટે બટાલા કેસને ફેક એનકાઉન્ટર હતો એવું દિગ્વિજયસિંઘે કહ્યું. જ્યારે ચિદાંબરમે આ વાતને તાત્કાલિક રદિયો આપ્યો.
૨) જયસ્વાલે કહ્યું કે કાં તો અમે સત્તા પર આવશું અથવા તો રાષ્ટ્રપતિ શાસન આવશે.
૩) "બટાલા એનકાઉન્ટરના ફોટા જોઇ સોનિઆજી હિબકે હિબકે રડેલા અને મને કહ્યું કે આ ફોટા મારા સામેથી હટાવી લ્યો" આવું નિવેદન સલમાન ખુરશિદે આપ્યું અને દિગ્વિજયસિંઘે તરત કહ્યું કે સોનિઆજી રડ્યાં ન હતા.
૪) રાહુલ ગાંધી કે જેને કોંગ્રેસનાં લોકો પી.એમ.નાં ઉમેદવાર ગણે છે એમણે જાહેર ભાષણ કરતાં એસ.પીનો મેનિફેસ્ટો ફાડ્યો. આવુ વલણ એ બહાદુરી નથી પણ બાલિશતા છે એમ કોઇ ભડ બોલી શકે એમ છે કોંગ્રેસમાં? આવા વ્યક્તિને દેશનું સુકાન આપવાની વાત કેટલી વ્યાજબી છે?
૫) રાહુલ ગાંધી કે સોનિઆ ગાંધી પ્રચાર કરે ઇ તો હજી સમજાય એવી વાત છે પણ હવે તો પ્રિયંકા એના છોકરા, વાઢેરાય તે? વળી વાઢેરાતો ત્યાં સુધી બોલ્યા કે રાહુલ પછી પ્રિયંકા પછી તો આમને આમ ચાલ્યા કરશે. લે બોલ છે કઇ? બાજપાઇજી ફરિવાર યાદ આવી ગયા. એમણે એક ભાષણમાં કહેલું કે " યે હિન્દુસ્તાનકા ગણતંત્ર હૈ કિસીકે બાપકા પ્રાઇવેટ પ્રોપર્ટિ નહિ હૈ".
રાહુલ ગાંધીએ બિહારમાં પ્રચાર કર્યો અને હાર્યા. યુપીમાં પ્રચાર કર્યો અને ફરીવાર હાર્યા. અને યુપીમાં તો જ્યાં રાહુલગાંધીએ પ્રચાર કર્યો ત્યાં ઘણી જગ્યાએ ચોથા નંબરે આવ્યા. હવે તો લાગે છે કે કોંગ્રેસ તળીયા જાટક થશે ત્યારે કદાચ સમજશે કે ગરીબ કિસાન ને ત્યાં રોટલા ખાઇને ચુંટણી નઇ જીતાય પણ બિચારો ગરીબ ખેડુત વધારે ગરીબ બનશે એના કરતા વધારે સારુ એ છે કે યોગ્ય વ્યક્તિને કામ સોંપો અને એવા કામ કરીને જનતાનો વિશ્ર્વાસ જીતો. અરવિંદ કેજરિવાલ કે અન્નાને ગાળો દેવાથી કે રામદેવબાબાને સોટી મારવાથીતો હજી ખરાબ પરિણામ આવશે.

No comments:

Post a Comment