Monday, May 24, 2010

આઇ એક્સ ૮૧૨

"નમસ્કાર, એર ઇન્ડિયા કિ ઉડાન આઇ એક્સ ૮૧૨ જો કી દુબઇ સે મેન્ગલોર કિ ઔર જા રહિ હૈ ઉસ પર સભી યાત્રિયો કા સ્વાગત કરતી હું. મેન્ગલોર તક કિ દુરી ૩ ઘન્ટા ઔર ચાલિસ મિનિટમે પુરી કી જાયેગી. યાત્રિયો સે નિવેદન હે કિ અપની કુર્સી કિ પેટિ બાંધ લે. ધન્યવાદ." કદાચ આ એનાઉન્સમેન્ટ પર કોઇએ પુરતુ ધ્યાન પણ ન આપ્યુ હોય. બિચારી હોસ્ટેસને પણ સ્વપ્ને પણ ખ્યાલ નહિ હોય કે તે લોકોનુ મોતનાં મુખમાં સ્વાગત કરિ રહી છે. અને આ ઉડાન તેની અને યાત્રિકોની અંતીમ ઉડાન હશે.

ભારતની બહાર વસતા લોકો જયારે માદરે વતન પાછા ફરતાં હોય ત્યારે કેટલી ઉર્મિ અને ઉમંગથી તૈયારી કરતા હશે. કેટ કેટલા લોકોને, સગા સંબંધીઓને મળવાનું, કેટલા કામ પતાવવાના, કોનુ વેવિશાળ઼, કોના લગ્ન, ઘર, જમીન વગેરે કામો સાથે લેતા આવે છે.અલગ અલગ યાત્રિકો એ પોતાના ઘરના લોકો માટે જાત જાતની ખરીદી કરી હશે. મા, બાપ, ભાઇ, બહેન, પતિ, પત્નિ, ફિયાન્સી, દોસ્ત, સગા સંબંધી માટે ન જાણે કેટલા ભાવ અને પ્રેમથી વસ્તુઓ ખરીદી હશે.પોતાના સગા સંબંધીને મળીને કેટલો આનંદ કરીશુ. આવા આનંદની કલ્પના એ ૧૫૮ યાત્રિકોને પણ થઇ હશે.

એર ક્રાફ્ટમાં મળતી સુખ સુવિધા પણ આ કાલ્પનિક આનંદ આગળ ફિક્કી લાગવા માંડે. ૩ કલાકનો સમય પણ ૩ યુગ જેટલો લાંબો લાગે. ઘરે પહોચવાની કલ્પનામાં વિહરતા હોય અને એનાઉન્સમેન્ટ થાય કે " કુછ હિ પલો કે બાદ હમારા વિમાન મેન્ગલોર પર ઉતરેગા. સભી યાત્રિયોંસે નિવેદન હે કિ અપની કુર્સી કી પેટિ બાંધ લે ઔર કુર્સી સીધી રખે. ધન્યવાદ" હવે તો કલ્પના અને તર્ક પુરા થયા અને વાસ્તવિક રીતે હમણાંજ ઘર ભેગા!!!

પણ આ શું? એક ભયાનક દુર્ઘટના. મેંગલોરના એ ટેબલટોપ એરપોર્ટના રનવેને પાર કરી એ વિમાનના ટુકડા થયા અને પલકવારમાં આગની જ્વાળાઓમાં હોમાય ગયું. અને તેની સાથે,

૧. અનેક લોકોની આશા, ઉર્મિ, અરમાનો અને ઉમંગ પણ બળીને રાખ થઇ ગયા.
૨. કોઇએ પોતાના મા, બાપ ગુમાવ્યા તો કોઇએ પોતાના સંતાન.
૩. કોઇએ પતિ તો કોઇએ પત્નિ. કોઇનો લાડકવાયો વીર તો કોઇની લાડલી બહેન.
૪. કોઇએ જિગરજાન મિત્ર તો કોઇએ સહેલી.
૫. કોઇએ ઘરનો આધાર તો કોઇએ સમગ્ર પરિવાર.

કલ્પના કરતાં પણ હ્લદય ધ્રુજી જાય કે પોતાના પરિવારની વ્યકતિની ઓળખ પણ ન થઇ શ્રકે અને એક મૃતદેહની માગણી બે પરિવાર કરતા હોય. જે પરિવાર એરપોર્ટ પર રિસીવ કરવા ગયુ હોય અને જેણે પોતાનુ સ્વજન પોતાની નજર સામે ગુમાવ્યુ હોય તેની માનસિક અવસ્થા કેવી થઇ હશે એ તો જેના પર વિતી હોય તે અને તેનો રામ જાણે.

જિંદગીનો આવો કરુણ અંત લખતાં વિધાતાની આંખ પણ ભરાઇ આવી હશે.

No comments:

Post a Comment