Monday, March 15, 2010

પરિક્ષા પરિક્ષા

એક ભાઇએ મને સરસ વાત કરેલી. મને કે' હુ એસ.એસ.સીની પરિક્ષા આપવા જતો તો એટલે મારા ફાધરને પગે લાગ્યો. તો પપ્પા એ પુછ્યુ કેવી તૈયારી છે? જો ફર્સ્ટ ક્લાસ લાવીશ તો કોલેજ જવા માટે "સ્કુટર" અને જો ફેઇલ થ્યો તો પછી જીંદગીભર "રિક્ષા".

ખબર નહિં પણ આજ કાલનો યુગ જ એવો ચાલી રહ્યો છે કે બસ જન્મ્યા ત્યારથી પરિક્ષા પરિક્ષા ચાલુ થઈ જાય.

૧. દોઢ થી બે વર્ષના બાળકને સારી સ્કુલમાં એડમિશન લેવામાટે કોઈ પ્રાઈવેટ ક્લાસમાં મોકલો.
૨. બાળકને સારી સ્કુલમાં એડમિશન લેવા માટે મા બાપની પરિક્ષા.
૩. સ્કુલ શરુ થાય એટલે સ્કુલમાં પરિક્ષા.
૪. સારા માર્ક લાવવા માટે ક્લાસ જોઈન્ટ કરો એટલે દર અઠવાડીએ ક્લાસમાઁ પરિક્ષા.
૫. સારી ફેકલ્ટીમાં એડમિશન લેવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ.
૬. ગ્રેજયુએટ કે માસ્ટરની ડિગ્રી સાથે પાસ થવાથી નોકરી નથી મળી જતી. તમારે નોકરી માટે પણ ટેસ્ટ તો ઉભી જ છે.

આપણી આખી સિસ્ટમ રીવ્યુ કરવાની જરુર નથી લાગતી?

મારો પુત્ર કે મારી પુત્રી ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવ્યો કે આવી એમાં માબાપ કેવા રાજીના રેડ થઇ જાય છે કે મારુ બાળક સૌથી શ્રેષ્ઠ છે. પણ શું આ સાચી હકિકત છે ખરી? સારા માર્ક લાવ્યા એટલે તમારો આઇ ક્યુ સારો ગણાય? આજની શિક્ષણ પધ્ધત્તિનો પૂરી નિખાલસતા પૂર્વક વિચાર કરીએ તો સમજાય છે કે એક નક્કિ કરેલા કોર્સને એક ચોક્કસ સમયમાં ભણીને તેમાંથી પૂછેલા સવાલો નો જવાબ આપીને સારા ગૂણ મેળવો એટલે તમે હોશિયાર બાકિ બધાં ઢગલાના ઢ.શુ આ પરિક્ષા તમારી ટેલન્ટ દર્શાવે છે ખરી? અરે ખરેખર તો આ જાતની પરિક્ષા એ તો તમારી યાદદાસ્તની ટેસ્ટ છે. અને ગોખેલી વસ્તુ જો તમે એમને એમ જવાબમાં છાપી મારો તો પણ સારા માર્ક મેળવી શકો. એટલે સારા માર્ક લાવે તે સારી વસ્તુ છે એ કબુલ પણ તે શ્રેષ્ઠ જ હોય તે જરુરી નથી.

વાત આટલેથી અટકતી નથી. જીવનમાં પ્રગતિ કરવી હોય તો તમારે પરિક્ષાથી છુટકારો નહિ મળે. ડગલે ને પગલે તમારા પડછાયાની માફક તમારી સાથે જ છે. જેમકે,

૧. ડ્રાઈવિગ લાઈસન્સ જોઈએ છે? આપો પરિક્ષા.
૨. લગ્ન઼ની પસદગી કરવાની છે? દ્યો પરિક્ષા.
૩. યુ. એસ. વિઝા જોઇએ છે? કરો એપ્લિકેશન; થઇ જાવ ઇન્ટરવ્યુ માટે તૈયાર. અહિં પણ પરિક્ષા.

પરિક્ષા એટલે શું? તમારી આવડત, કુશળતા, સમજણ, કેળવણી, કેપેસિટી, સભ્યતા, તમારૂ ગ્રાસ્પિંગ, નોલેજની કસોટિ. વ્યકતિની ખરી કસોટિ તો જ્યારે વર્કિંગ ફિ્લ્ડમાં જાય ત્યારે જ થાય છે. કારણકે ત્યાં તમારે એકલાને કામ નથી કરવાનું પણ બીજા લોકો સાથે કામ પાર પાડવાનું હોય છે.વ્યકતિ પોતે ખુબ ઈન્ટેલીજન્ટ હોઇ શકે પણ સમાજમાં રહિને બધાને પોતાના કરીને ઉત્તમ કામ કરી શકે ત્યારે તેને જે આનંદ મળે તે હ્રદયનો આનંદ અકલ્પનિય હોય છે, શબ્દોથી પર હોય છે. આવી રીતે રોજ આનંદથી જીવી શકિએ તો પરિક્ષામાં ડિસ્ટીંગશન સાથે પાસ.

No comments:

Post a Comment