Monday, June 15, 2009

પૈસાથી...

જીવનમાં પૈસાની જરુરતનો ઇન્કાર ન થઇ શકે, પરંતુ એક હદ સુધી. જીવન નિર્વાહ સામાન્ય રીતે ચાલે તેનાથી વધારે અર્થ ક્યારેક અનર્થ કરે છે. જો પૈસાથી જ સુખ અને શાંતિ મળતાં હોત તો ગોદરેજના દિકરાને આપઘાત કરવાની જરુરત હોત? ઘણી વસ્તુ એવી છે જે પૈસા હોવા છતાં પણ ખરીદી શકાતી નથી.

૧) પૈસાથી પુસ્તક ખરીદી શકાય પણ જ્ઞાન નહિ.
૨) પૈસાથી ઘડિયાલ ખરીદી શકાય પણ સમય નહિ.
૩) પૈસાથી અન્ન ખરીદી શકાય પણ ભૂખ નહિ.
૪) પૈસાથી પૂષ્પ ખરીદી શકાય પણ ખૂશ્બુ નહિ.
૫) પૈસાથી એવોર્ડ ખરીદી શકાય પણ એક્ટિંગ નહિ.
૬) પૈસાથી વોટ ખરીદી શકાય પણ સતા નહિ.
૭) પૈસાથી ક્રિમ ખરીદી શકાય પણ રૂપ નહિ.
૮) પૈસાથી એ.સી. ખરીદી શકાય પણ ઠંડક નહિ.
૯) પૈસાથી ડોક્ટરી સેવા લઇ શકાય પણ તંદુરસ્તિ નહિ.
૧૦) પૈસાથી ચેલા ખરીદી શકાય પણ ભક્તિ નહિ.
૧૧) પૈસાથી વિજળી ખરીદી શકાય પણ પ્રકાશ નહિ.
૧૨) પૈસાથી ડિગ્રી ખરીદી શકાય (ખોટું કરીને) પણ આવડત નહિ.


તો શુ આપણે પૈસા નો કમાવા? તો પછી આપણી આર્થિક ઉન્નત્તિ કેવી રીતે થાય, આપણો વિકાસ કેવી રીતે થાય? બેલાશક આપણી આવડત, કેળવણી અને બુધ્ધિપ્રતિભાથી બની શકે એટલી ચોક્કસ કમાણી કરવી જ જોઇએ પણ શરત એટલી કે એ આવક ૧)આપણા સ્વમાનનાં ભોગે નહિ. ૨)આપણા ઇમાનનાં ભોગે નહિ. ૩) કોઇનું શોષણ કરીને નહિં. ૪) કોઇનો હાઇકારો લઇને નહિં. ૫)કોઇની લાચારીનો નહિં. ૬)કોઇની પ્રગતિના ભોગે નહિં. ૭)કોઇને છેતરીને નહિં.

શુભ લક્ષ્મીના ગ્રહ પ્રવેશથી ઘરમાં સુખ અને શાંતિ મળે છે અને તેના સદ્ઉપયોગથી મનને ચેન મળે છે.

No comments:

Post a Comment