Thursday, September 13, 2012

ડાભીભાઈની સાથે મોલની સફરે

શામજીભાઈ ડાભી, પ્રેમ થી અમે એને સોમ પણ કહીએ  મારા પરમ મિત્ર મારી સાથે નોકરીમાં અઢાર વરસ સાથે  રહ્યા રોજ કુમ્ભારવાડાથી સાયકલ પર આવે અને સાંજે  વોલીબોલ રમીને સીધા ઘેર જાય ભાવનગરથી કોઈ દિ" બાર નહિ ગયેલા અને સ્વભાવે સાવ ભોળા તે કેવા કે કોમ્પ્યુટર અમારા  ડીપાર્ટમેન્ટમાં પેલી વાર આવ્યું તો મને કે કે "હે ભાઈ આ સોફ્ટવેર ને હાર્ડવેરમાં ફેર હું?"  મેં કીધું કે જેને આપણે અડી હકીએ કે આંખોથી જોઈ હકીએ ઈ હાર્ડવેર ને ઈ સિવાયનું બધું સોફ્ટવેર એમની ભાષા દેશી કાઠીયાવાડી એટલે મીઠી ભારે એની હાર્યે રહીને હું ય શીખી ગ્યો

રીટાયર થયા પછી મોટા ભાગે હું પૂનામાં રહું છું એક સવારે મારા ઘરની ડોર બેલ વાગી ને  બારણે જોઉં તો મારો વાલો ડાભી મેં કીધું લે તું 
અહી ક્યાંથી? મને કે હવાફેરનું મન થ્યુ તે કીધું હાલ ને પુના જઈ આવું અમથું ય તે હું ક્યાય  બાર નીકળ્યો જ નથી તે કીધું ભાઈ આગળ જાઉં
ને જોઉં તો ખરો કે મોટા સીટી કેવા હોય? મેં કીધું તું સફરે થી આવ્યો છો એટલે નહિ ધોઈ ફ્રેશ થા જમી ને થોડો આરામ કરી લે પછી આપડે જઇએ

મેં પૂછ્યું સોમ ક્યાં જશું બોલ? "
"હે ભાઈ ગામ માં બધા મોલ મોલ ની વાતું બઉં કરે છે તો આ મોલ એટલે હું ? ન્યા હોય હું?" 
"ન્યા બધી દુકાનું  હોય"  
"હા ત્યાં જ જઈએ અમથુય મારે દાતણ લેવા છે"
"એલા ન્યા દાતણ નો મળે" 
"કેમ? દુકાનું બાર તો પાથરણા હોય જ ને!"
"તું તારી નરી આખે જ જોઈ લેજે "
અમે  તો ગયા ઇનોર્બિટ મોલમાં હજી  અમે entrance માં ગયા ત્યાં જ સોમ ખીજાણો 
" તમે રીટાયર થ્યા તોય હોફીસું ભૂલતા નથી?" 
"કેમ" 
"આપડે તો મોલમાં જવું છેને!"
"તઈ મોલમાં જ જઈએ છીએ" 
" ઠેક, ફ્લેટ માં જ દુકાનું ઉતારી લાગે છે" 
મને ખબર નો પડી કે મારે કેમ સમજાવવું મોલની અંદરની લાઈટુના જૂમ્મર, કાચની મઢેલી દુકાનું, ઉપર આકાશમાં હોય એવું
લાઈટ નું તારા મંડળ, મંદ મંદ સંગીતનો ગુંજારવ ને shoppers stop, lewis, me & mom, life style ના પાટિયા ને પાછા elivators. સોમે elivators પેલા નૈ જોયેલા
"તે આ લોકોએ ગયઢાં બુઢાં હાટુ લસરતા પગથીયા રાખ્યા લાગે છે"
"ના ના આતો એક માળ થી બીજે માળ જવાની વ્યવસ્થા છે"
" હા આ તો હાળુ નવતર, ઠીક લે પેલા તો મને પાન  ના ગલ્લે લઈજા"
" હે????? સોમ અહી પાનનો ગલ્લો નો હોય" 
"અવડા મોટા મોલમાં પાનનો ગલ્લો નહિ?"

હું એને spar માં લઇ ગ્યો ત્યાં બધી ઘર જરૂરિયાત નો સમાન એટલે કે શાક થી માંડીને અનાજ મળે છે ત્યાં મને સોમ કે કે              
"હું જમાનો આવ્યો છે પેલા લારી વાળા આપણા ઘેર આવતા ને આજે જો આ બધા રેકડી લઇ ને હટાણે ઉપડ્યા છે"
" હા યાર"
" પણ હે આમાં તો કોઈ આમનેઆમ માલ બઠઠાવી નો લે હે? કોઈ ને ખબર હું પડે?"
"એ ભાઈ જોજો હો આઈ CCTV camera હોય, ઠોલા તરત પકડી ને સળિયા વાહે કરીદે"
"પણ તોય એક થઇ હકે દા ત જેની ઉપર આપણને ખીજ ચડી હોય એની રેકડીમાં કીમતી વસ્તુ નાખી દેવાની કેમ આપડો આઈડિયા?"      " મને  લાગે છે તું મને માર ખવરાવે છૂટકો કરીશ"
" હે ભાઈ તમે દુકાનુંના નામ જોયા? વાંચીને તો જીભ ઝલાય ને અવાજ ઠરડાઈ જાય એવા છે    હાલો આપણે કઈ નાસ્તો પાણી કરીએ" " હા હાલો મેક ડોનાલ્ડમાં"
"ક્યાં?"
"મેક ડોનાલ્ડમાં"
"આ નામ કેવું એવું લાગે છે કે જાણે ડોનાલ્ડ કોક દરબારનું પાકીટ લઈને ભાગ્યો હોય ને દરબાર ધોડીને એને પકડીને કે કે મેક એ મેક  ડોનાલ્ડ"         
"સારું તું શું ખાઇશ?"
"એમ કરોને પાઉં ગાઠિયા, ખીચું કે સ્ટીમ ઢોકળા હાલશે"
"ઈ માયલું આઈ કઈ નો મળે"
"તો હું તમે ચોટયા સો મોલ મોલ?"   
ઘેર આવીને કે કે હાલો ભાઈ આપણે ગામ ભેળા થઇ જઈએ
                                                                                              

No comments:

Post a Comment