સુખ: બહુ સહજ રીતે આપણે સુખની ઝંખના કરીએ છીએ. પણ સુખ એટલે શુ? સુખ કોને કહેવાય? સુખની વ્યાખ્યા કરી શકાય? એક કહેવત છે કે" પહેલુ સુખ તે જાતે નર્યા, બીજુ સુખ તે ઘેર દીકરા, ત્રીજુ સુખ ગુણવંતી નાર, ચોથુ સુખ તે કોઠીએ જાર." પણ વિચાર કરીએ કે એક બાળ઼ક માટે એક રમકડુ સુખ હોય. એક યુવાન માટે સંપત્તિ કે સત્તા સુખ હોય. એક માતા માટે સંતાન સુખ હોય. એક વૃધ્ધ માટે તંદુરસ્તી સુખ હોય. તો અંતે સુખ કોને કહેવાય? સંતો સમજાવે છે કે "મનને અનુકૂળ પરિસ્થિતી એટલે સુખ".
સુખને મન અને પરિસ્થિતી સાથે સંબંધ છે. વિચાર કરતાં એમ પણ લાગે કે સુખ વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતી પર આધાર રાખે છે. આપણને ગમતી વસ્તુ કે વ્યક્તિ મળી જાય તો કેવી મજા આવે છે! બહાર ફરવા જઇએ કે પ્રકૃત્તિના ખોળે ફરીએ ત્યારે કેવો આનંદ આવે છે! એટલે કે એક વસ્તુ ચોક્કસ છે કે આપણુ સુખ એ બહારના પરિબળો પર આધારિત છે. આ બધાંજ પરિબળો પરિવર્તનશીલ છે. તેથી તેના વડે મળતા સુખ પણ શાશ્વત ન હોય શકે, નિરંતર ન હોય શકે. તો પછી એવુ સુખ કે જે હંમેશા ટકી રહે, નિત્ય રહે, કાયમ રહે એટલે કે શાશ્વત રહે તે કેવી રીતે મળે?. સંતો સમજાવે છે કે જગતમાં એવી એક જ વસ્તુ છે કે જે અપરિવર્તનશીલ છે કે જે જગતની ઉત્પત્તી પહેલા પણ હતી, આજે પણ છે અને જગતની ગેરહાજરીમાં પણ રહેશે અને તે છે " આત્મા ".
જે સુખ આપણને આપણી અંદરથી પ્રાપ્ત થાય કે જે આત્મા થકી મળે તે નિત્ય, સત્ય અને શાશ્વત હોય. તો આવો આપણે પરમ પિતા, પરમાત્મા ઇશ્વરને પ્રાર્થના કરીએ કે અમોને એવો રસ્તો સુજાડ કે અમે આત્માનુભવ કરીએ.
No comments:
Post a Comment